Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

'મોદી હૈ તો મુમકીન હૈ'ના નારા લગાવવાનું મંત્રીશ્રી વિભાવરીબેનને મોંઘુ પડયું : નોંધાઇ ફરિયાદ

આચારસંહિતાનો ભંગ : ટુંક સમયમાં ધરપકડ થવાના એંધાણ

અમદાવાદ તા. ૨૬ : રાજયના શિક્ષણમંત્રી (પ્રાથમિક અને ઉચ્ચતર) વિભાવરીબેન દવે સામે ગુરૂવારે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ. મંગળવારે ભાવનગરમાં લોકસભા ચૂંટણીના મતદાન વખતે વિભાવરીબેને કથિત રીતે આચારસંહિતાનો ભંગ કર્યો હતો. વિભાવરીબેન અને તેમના સમર્થકોએ પોલિંગ બૂથની અંદર 'મોદી હૈ તો મુમકીન હૈ'ના નારા લગાવ્યા હતા.

૨૩ એપ્રિલે ભાવનગરના ફુલવાડી ચોક વિસ્તારના પોલિંગ બૂથમાં વિભાવરીબેન અને તેમના સમર્થકોએ આ નારા લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પર વિભાવરીબેન અને તેમના સમર્થકો 'મોદી હૈ તો મુમકીન હૈ'ના સૂત્રોચ્ચાર કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આદર્શ આચારસંહિતા મુજબ કોઈપણ વ્યકિત મતદાન મથકના ૧૦૦ મીટરના વિસ્તારમાં પક્ષનો પ્રચાર ન કરી શકે.

ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું, 'ચૂંટણી અધિકારી કિરીટ શાહે ફરિયાદે કરતાં વિભાવરી દવે સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.'(૨૧.૭)

(11:35 am IST)
  • દિવંગત અભિનેતા વિનોદખન્નાની પત્ની કરશે ભાજપમાં બળવો : ગુરુદાસપુરથી અપક્ષ તરીકે લડશે ચૂંટણી ; કવિતાખન્નાએ ગુરુદાસપુરથી પોતાના પતિની સીટ પરથી ઉમેદવારીનો દાવો કર્યો હતો : ભાજપમાં જોડાયેલા અભિનેતા સન્ની દેઓલને ગુરુદાસપુરથી ટિકિટ ફાળવાતા કવિતા ખન્ના નારાજ access_time 1:20 am IST

  • ચોકીદારને પ્રસ્તાવક બનાવીને મોદીએ ભર્યું ઉમેદવારીપત્રક : લોકસભા ચૂંટણી ૨૦૧૯ના મહાસંગ્રામમાં વારાણસી સીટ પર દેશભરની નજર અટકેલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા સીટ પર નોમિનેશનના પાંચમાં દિવસે કલેકટર ઓફિસમાં ફોર્મ ભર્યું. કલેકટર રૂમમાં દાખલ થવાની સાથે જ તેઓએ દરેક પ્રસ્તાવકો સાથે મુલાકાત કરી આ દરમિયાન તેઓએ કાશીના કોતવાલ (કાળ ભૈરવ)ના પણ દર્શન કર્યા ત્યાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એનડીએના દિગ્ગજ નેતાઓનો જાણે મેળો ભરાયો હોય તેવું દ્રશ્ય હતું. access_time 3:04 pm IST

  • ભરૂચ:ઝઘડિયામાં વર્ષ 2016માં 11 વર્ષીય દિવ્યાંગ કિશોરી સાથે દુષ્કર્મનો મામલો: ભરૂચ પોકસો કોર્ટે આરોપીને મૃત્યુ પર્યંત આજીવન કેદની સજા ફટકારી:દિવ્યાંગ કિશોરીની એકલતાનો લાભ લઇ આરોપીએ આચર્યું હતું દુષ્કૃત્ય access_time 9:07 pm IST