Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ઇજનેરી - ફાર્મસી કોર્ષમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ

રાજકોટમાં ૯૯૬૮ - સૌરાષ્ટ્રમાં ૨૪ હજાર અને રાજ્યમાં સવા લાખ છાત્રો કસોટી આપશે

રાજકોટ તા. ૨૬ : ઇજનેરી - ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટેની ગુજકેટની કસોટીનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. આજેઙ્ગતા.૨૬ના રોજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સાત જિલ્લા મથકોએ ૧૧૭ કેન્દ્ર ઉપરથી ઈજનેરીનું પ્રવેશદ્વાર ગણાતી ગુજકેટ પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષામાં ધો.૧૨ સાયન્સની પરીક્ષા આપનારા ૨૪૩૬૭ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ગુજકેટની પરીક્ષામાં સવારે ૧૦ થી ૧૨ ફિજીકસ અને કેમીસ્ટ્રી, બપોરે ૧થી ૨ બાયોલોજી અને ૩થી ૪ ગણિતનું પેપર લેવામાં આવનાર છે. દરેક જિલ્લા મથક ઉપર પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા ગોઠવીને કંન્ટ્રોલરૂમ ધમધમતો કરી દેવાયો છે. રાજકોટ ખાતે સૌથી વધુ ૪૮ કેન્દ્રો ઉપર ૯૯૬૭ વિદ્યાર્થી પરીક્ષા આપનાર છે. જામનગરમાં ૧૧ કેન્દ્રો ઉપર ૨૩૧૪ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ગિર સોમનાથમાં ૯ કેન્દ્ર ઉપર ૧૮૫૦ વિદ્યાર્થી, જૂનાગઢમાં ૨૩ કેન્દ્રો ઉપર૪૮૬૪, અમરેલીમાં ૧૧ કેન્દ્રોમાં ૨૨૦૧ અને મોરબીમાં ૯ કેન્દ્રો ઉપરથી ૨૨૦૬ વિદ્યાર્થીઓ અને દેવભૂમિ દ્વારકામાં ૩ કેન્દ્ર ઉપર ૪૩૫ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. કુલ ૧૧૭૪ કેન્દ્રો ઉપર ૨૪૩૬૭વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. પરીક્ષા મથકો ઉપર ખાસ બંદોબસ્ત ગોઠવવા ઉપરાંત ૧૦૦ મિટરની ત્રીજયામાં પ્રવેશબંધી તેમજ અન્ય પ્રતિબંધાત્મક આદેશો જાહેરનામાથી કરવામાં આવ્યા છે. બોર્ડે દરેક જિલ્લામાં ગુજકેટની પરીક્ષા અન્વયે વિદ્યાર્થીઓને મદદ કરવા કંન્ટ્રોલરૂમ પણ શરૂ કરાવેલા છે.જે ડી.ઈ.ઓ. કચેરી દ્વારા સંચાલિત થઈ રહ્યા છે.

(11:35 am IST)