Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

પોલીસે અલગ-અલગ વેષપલ્ટા કર્યા અને આરોપીનો ખેલ ખત્મ

વડોદરાની ખુબસુરત અભિનેત્રીની ક્રુરતાપુર્વકની ગુજરાતભરમાં ચકચાર જગાવનાર હત્યાના આરોપીને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં પીસીબી પીઆઇ આર.સી.કાનમીયા ટીમે આવી ટેકનીક અજમાવી ૭ કલાકમાં આરોપીને ઝડપી લીધેલઃ રસપ્રદ કથા : પ્રેમીકા મોડી રાત સુધી ઓનલાઇન રહેતી હોવાથી શંકા દ્રઢ બનેલઃ આરોપીએ મોબાઇલ ફોન ડાઇવર્ટ કરેલોઃ રેલ્વે સ્ટેશન પર પીસીબી ટીમ રિક્ષા ચાલક-ટીકીટ ચેકર બની બાજ નજર રાખી 'તી : વડોદરાની જાણીતી ખુબસુરત અભિનેત્રી પ્રાચી મોર્ય

રાજકોટ, તા., ૨૬: સંસ્કારી નગરી વડોદરામાં ખુબસુરત અભિનેત્રી કે જે નાટકોમાં ભૂમિકા તેવી રપ વર્ષની પ્રાચી યુવરાજ મોર્ય નામની યુવતીનું ત્રણ-ત્રણ વખત ગળુ દબાવવા છતાં જીવ ન જતા ચોથી વખત પ્રાચીની છાતી ઉપર ચડી દુપટ્ટા વડે ગળેટુંપો આપી બરહેમી પુર્વક હત્યા કરી નાસી છુટેલાતેના પ્રેમી વસીમ કે જે પોલીસ પરીવારનો પુત્ર છે તેને રાતોરાત ઝડપવા માટે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે ડીસીબી (ક્રાઇમ બ્રાન્ચ) પીસીબી ચાર ટીમ, એસઓજી એક ટીમ, જે.પી. પોલીસ સ્ટેશનની કુલ બે ટીમ મળી કુલ ૧૬ ટીમોને મેદાને ઉતારી ગુન્હેગારની મોબાઇલ ટેકનીક નકામી બનાવી પોલીસની ટેકનીક કારગત કરી કઇ રીતે ઝડપી લીધો તેની કથા ખુબ જ રસપ્રદ છે.

જેની હત્યા થઇ છે તેવી વડોદરાની ખુબસુરત ડ્રામા આર્ટીસ્ટ પ્રાચી અને વસીમને તેઓ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હોવાથી પ્રેમ થઇ ગયેલો.વસીમ અભ્યાસમાં પાછળ રહી જવાથી પ્રાચી પોતાના બંગલે બોલાવી તેને ટયુશન પણ આપતી હતી. ગમે તે બન્યું પ્રાચીએ આરોપી સાથે બ્રેકઅપ કરી તેનો મોબાઇલ નંબર બ્લોક કરી દીધેલ. આરોપી પ્રાચીને મનાવવા સાથે તેના સોશ્યલ મીડીયા નંબર ચેક કરતો ત્યારે તેણી મોડી રાત સુધી ઓનલાઇન હોવાનું જણાતા તેને શંકા ગઇ. દરમિયાન ખંભાતથી નાટક પુર્ણ કરી ઘેર પાછી ફરી ત્યારે તેનો મિત્ર સાથે હોવાથી આરોપીની શંકા દ્રઢ બની અને ઝઘડો કર્યો.

પ્રાચીએ તેના મિત્રને ત્યાંથી ચાલ્યા જવા અને પોતે પહોંચી વળશે તેમ જણાવેલ.  દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીએ ૩-૩ વખત ગળુ દબાવી ચાલ્યા ગયા બાદ મોબાઇલ લેવા પરત આવતા સમયે પ્રાચીનો જીવ ન ગયાનું જાણી તેની હત્યા કરી નાખી હતી.

આરોપી ગુન્હો કરી પોતાના પિતાજી પાસે જઇ તમામ વાત કરી ભરૂચ જવા નિકળી ગયેલ અને પોતાના પરીક્ષાના ડોકયુમેન્ટ પણ શાંત ચિતે જમા કરાવી પરત  વડોદરા આવવાનો પ્લાન ઘડેલ.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને ખાસ કરીને સમગ્ર ઘટના માટે મહત્વની ભુમીકા ભજવનાર વડોદરા પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.સી.કાનમીયાને આરોપી વડોદરા પરત ફરી રહયાની બાતમી મળેલ. આરોપી ખુબ જ ચાલક હોવાથીઅને પોલીસ પરિવાર સાથે સંકળાયેલ હોવાથી પોલીસને આસાનીથી ઓળખી શકે તેવું સારી રીતે સમજતા વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પીસીબી સ્ટાફને રીક્ષા ચાલક, ટીકીટ ચેકર બનાવી પ્લેટ ફોર્મ થી બહાર નિકળવાના રસ્તા ઉપર વોચ ગોઠવી હતી અને આમ આરોપીને ઝડપી લેવામાં આવેલ. આ મહત્વની કામગીરીમાં પીએસઆઇ એ.ડી.મહંત, આર.એચ.સોલંકી, કે.એચ.પુઆર, એએસઆઇ કિરીટભાઇ, હેડ કોન્સ્ટેબલ હરીભાઇ, મનોજભાઇ, ઠાકોરભાઇ, પરબતભાઇ અને પોલીસમેન અબ્દુલભાઇ, નરેન્દ્રસિંહ, કનુભાઇ, રાકેશભાઇ, જગદીશદાન, દિપેશસિંઘ, મનસુખભાઇ, મહાવીરસિંહ, રામભાઇ, બલદેવસિંહ, કુલદીપભાઇ અનેભાર્ગવદાન ટીમે પ્રસંશનીય કામગીરી બજાવી હતી.

(3:42 pm IST)