Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

પાલનપુરના ગાઢ પાસે પુત્રને ટ્યુશનમાં મૂકી પરત ફરતા બાઇકસવાર પિતાને કાળ ભેટ્યો :વાનની અડેફેટ કરૂણમોત

 

પાલનપુર તાલુકાના ગઢ પાસે પુત્રને ટ્યુશન મૂકી પરત ફરી રહેલા પિતાને અકસ્માત નડતા કરૂણમોત નીપજ્યું હતું વાન અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક સવાર પિતાનુ મોત નિપજયુ હતું.

  અંગેની મળતી વિગત મુજબ પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામના વતની અને ભાવીસણા પ્રાથમિક શાળા મા મધ્યાહન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવતા 45 વર્ષીય પ્રકાશચંદ્ર કરશનભાઇ વાણીયા ગુરુવારની સવારે પોતાના પુત્રને ગઢ ખાતે ટ્યુશનમા મુકી ને બાઇક પર પરત ટાકરવાડા આવી રહ્યા હતા.

  દરમિયાન ગઢ નજીક સામેથી પુરઝડપે આવી રહેલ વાન ના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમા બાઇક સવાર પ્રકાશચંદ્રને ગંભીર ઇજાઓ થતા તેમનુ મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે ગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(12:31 am IST)
  • દિવંગત અભિનેતા વિનોદખન્નાની પત્ની કરશે ભાજપમાં બળવો : ગુરુદાસપુરથી અપક્ષ તરીકે લડશે ચૂંટણી ; કવિતાખન્નાએ ગુરુદાસપુરથી પોતાના પતિની સીટ પરથી ઉમેદવારીનો દાવો કર્યો હતો : ભાજપમાં જોડાયેલા અભિનેતા સન્ની દેઓલને ગુરુદાસપુરથી ટિકિટ ફાળવાતા કવિતા ખન્ના નારાજ access_time 1:20 am IST

  • ચોકીદારને પ્રસ્તાવક બનાવીને મોદીએ ભર્યું ઉમેદવારીપત્રક : લોકસભા ચૂંટણી ૨૦૧૯ના મહાસંગ્રામમાં વારાણસી સીટ પર દેશભરની નજર અટકેલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા સીટ પર નોમિનેશનના પાંચમાં દિવસે કલેકટર ઓફિસમાં ફોર્મ ભર્યું. કલેકટર રૂમમાં દાખલ થવાની સાથે જ તેઓએ દરેક પ્રસ્તાવકો સાથે મુલાકાત કરી આ દરમિયાન તેઓએ કાશીના કોતવાલ (કાળ ભૈરવ)ના પણ દર્શન કર્યા ત્યાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એનડીએના દિગ્ગજ નેતાઓનો જાણે મેળો ભરાયો હોય તેવું દ્રશ્ય હતું. access_time 3:04 pm IST

  • રાત્રે દિલ્હીમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી :ફાયર બ્રિગેડની 26 ગાડીઓ પહોંચી :દિલ્હીની ઝિલમિલ ઈન્ડ્રસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલની ફેકટરીમાં ભયાનક આગ ;દૂર દૂર સુધી આગની જવાળાઓ દેખાઈ access_time 1:09 am IST