Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

અમદાવાદના નારોલમાં શારીરિક સંબંધની ના પાડતા પતિ ઉશ્કેરાયો :પત્નીને ઢોર માર માર્યો

દંપતીનો અંગત ઝગડો પોલીસ મથકે પહોંચ્યો: પરિણીતાએ પતિ વિરુદ્ધ માર મારવાની ફરિયાદ નોંધાવી

 

અમદાવાદમાં નારોલ વિસ્તારમાં રહેતા એક દંપતીનો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો છે પત્નીએ શારીરિક સંબંધની ના પાડતા પતિએ પત્નીને ઢોર માર માર્યો હોવાની ઘટના  નારોલ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે.

  અંગે મળતી વિગત મુજબ અમદાવાદના નારોલમાં રહેતા દંપતીનો અંગેત ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. નારોલમાં રહેતી પરિણીતાએ પતિ વિરુદ્ધ માર મારવાની ફરિયાદ નોંધાવી છે. પત્નીએ શારીરિક સંબંધ બાંધવા દેવાની ના પાડતા પતિએ પત્નીને ઢોર માર માર્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, પોલીસે અંગે અરજીના આધારે આગળની કાર્યવાહી કરી છે.

(12:13 am IST)