Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

અમદાવાદના વસ્ત્રાપુરના ઇન્દ્રપ્રસ્થ ટાવરમાંથી આધેડનો મૃતદેહ મળ્યોઃ સીસીટીવી કેમેરા ફુટેજના આધારે તપાસ

અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં આધેડની શંકાસ્પ્દ મૂર્તદેહ મળી આવ્યો છે. ઘટનાની તપાસ કરતા પોલીસના હાથે સીસીટીવી ફુટેજ લાગ્યા હતા. જેમાં આધેડ સોસાયટીમાં પ્રવેશ કરતા દ્રશ્યોમાં કેદ થયા છે. જો કે આ ફ્લેટમાં અગાઉ પણ અનેક બનાવો બન્યા છે. તેમ છતાં સુરક્ષામાં ખામી રહી ગઇ હોવાનું પોલીસ માની રહી છે. ત્યારે હત્યા છે કે આત્મહત્યા એ હજુ સુધી જાણી શકાયું નથી.

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવર લોકો નિયમિત કામે જતા હતા. ત્યારે જાણવા મળ્યું કે, 10માં માળેથી કોઇ વ્યક્તિ પડી છે. જઇને જોયું તો પહેલા તો આ વ્યક્તિ કોણ છે તે તપાસ કરી પણ કોઇ ફ્લેટનો રહેવાસી હોય તેવું જાણવા ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરી તો મૃતકના ખિસ્સામાંથી હિસાબની ડાયરી, એક ટિકિટ અને 300 રૂપિયા રોકડ મળી આવ્યા હતા. પણ મૃતક કોણ છે તે સવાલને લઇને પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, મજૂરી કામ કરતો હતો તેટલું જાણવા મળ્યું છે.

પોલીસે સીસીટીવી ફુટેજ ચેક કરતા આ વૃધ્ધ સવારે 8.18 વાગ્યે સોસાયટીમાં પ્રવેશ કરતા સીસીટીવીમાં કેદ થયા હતા અને 8.30 વાગ્યે કોઈ અવાજ આવ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. હવે વાત આવે છે. આ ફ્લેટની સુરક્ષા અંગે વાત કરીએ તો અગાઉ એક લૂંટ કેસનો પ્લાન આ ફ્લેટમાં ઘડાયો હતો. ત્યારે પણ આરોપીઓ આ જ ફ્લેટમાં રહેતા હોવાથી કોઇને જાણ ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. બાદમાં એક છેડતીની પણ ઘટના સામે આવી હતી. એક વ્યક્તિએ આપઘાત પણ કર્યો હતો અને ફરી એક વાર આ બનાવ બન્યો છે.

હાલ જે બનાવ બન્યો છે. તેના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે કે, કોઇ એન્ટ્રી વગર જ તે મૃતક ત્યાં અંદર ઘૂસી જાય છે. આ બેદરકારીએ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ ગણાય છે. ફ્લેટમાં મુખ્ય દ્વાર પર સીસીટીવી છે .પણ એક પણ બ્લોકમાં નથી જેથી આ ફ્લેટમાં ગુનાઓ છાશવારે બનતા રહેતા હોય છે. ત્યારે હવે આ વધુ એક ઘટના બનતા પોલીસ આ ફ્લેટના રહીશોને નોટિસ આપશે કે કોઇ ફરિયાદ તેમની સામે નોંધશે કે કેમ તે સવાલ રહ્યો છે.

(4:46 pm IST)
  • રાજકોટના તમામ ATM બંધ થયા : એસબીઆઇમાં ઓફલાઇન બતાવે છેઃ ઇન્ટરનેટ કનેકટ થતું ન હોય અથવા સર્વરમાં વાંધો સર્જાયાનું મનાય છે. access_time 4:07 pm IST

  • વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા બાદ તામિલનાડુમાં ત્રાટકશે : વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા તરફ આગળ વધ્યા બાદ ઉત્તર પશ્ચિમ, તામિલનાડુની દિશાએ આગળ વધશે ત્યારબાદ તેનો ટ્રેક ચેન્જ થઈ આંધ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે તેમ હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે. access_time 4:07 pm IST

  • મની લોન્ડરિંગ મામલે ઇડીએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી :એડીએ આરોપમાં ઉલ્લેખ કર્યો છે કે દિલ્હી,પંચકુલા અને સિરસામાં ચાર સંપત્તિઓ વિષે 3, 68 કરોડ ની અસ્થાયી સંપત્તિ અને ચૌટાલા અને તેના પરિવાર જનોના બેન્ક ખાતામાં ગેરકાયદે રોકડ જમા કરીને આવકથી વધુ સંપત્તિને કાયદેસર બનાવી access_time 1:05 am IST