Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

ઉન-ભેસ્તાન રોડ પર ચાલું કાર અચાનક ભડભડ સળગવા લાગી :ચાલકનો આબાદ બચાવ

સુરત :ઉન-ભેસ્તાન રોડ પર એક ચાલું કાર અચાનક ભડભડ સળગવા લાગી હતી.જોકે ચાલક તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. કારમાં આગની ઘટનાની જાણ ફાયરને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. કાર બળીને ખાખ થઈ ગઈ હતી મળતી વિગત મુજબ ભેસ્તાન રેલવે સ્ટેશનથી ઉન પાટિયા તરફ જતા રોડ પર એક સીએનજી કાર અચાનક ભડભડ સળગી ઉઠી હતી. કારમાં સવાર સતિષભાઈ કારમાં ધુમાડા નીકળવા લાગતા બહાર નીકળી ગયા હતા. જેથી તેમનો આબાદ બચાવ થયો

(11:24 pm IST)