Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ખેડા જિલ્લાના ચકલાસીમાં ક્વોરેન્ટાઇન કરેલો શખ્સ ચોરીના બાઈક સાથે પોલીસના હાથે રંગે હાથે ઝડપાયો: ગુનો દાખલ

ખેડા: જિલ્લાના ચકલાસી ગામેથી હોમ ક્વોરેન્ટાઈન કરાયેલો શખ્સ ચોરીના બાઈક સાથે પોલીસના હાથે ઝડપાઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે તેના વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

મળતી વિગતો અનુસાર ચકલાસીની પારેખ પોળમાં રહેતો ભાવેશભાઈ પુનમભાઈ વાળંદ (ઉ. વ. ૩૯)વીસેક દિવસ પહેલા જ બેંગ્લોરથી પોતાના ઘરે આવ્યો હતો જેની જાણ આરોગ્ય વિભાગને થતાં જ ચકલાસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે જિલ્લા વહિવટીતંત્રના ધ્યાન પર દોરતાં તેને હોમ ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યો હતો. જે અંતર્ગત તેના ઘર બહાર બોર્ડ મારીને તેને ૧લી માર્ચથી ૧લી એપ્રીલ સુધી પોતાના ઘરમાં જ રહેવાનું હતુ.

(5:57 pm IST)