Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

મહેસાણા જિલ્લામાં બપોરના સુમારે અચાનક કમોસમી વરસાદના છાંટા પડતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો

મહેસાણા: શહેરમાં કોરોના વાઈરસના ભય હેઠળ મહેસામા જિલ્લામાં બપોરના સુમારે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને ઠેકઠેકાણે કમોસમી વરસાદના છાંટા પડયા હતા. જેના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. અમી છાંટણાથી ધામણવાના એક ખેડૂત પરિવારે પોતાના ખેતરમાં કરેલ વાવણીના પાકને બચાવવા મિણીયાનો આશરો લીધો હતો.

એક તરફ કોરોના વાઈરસનો ફફડાટ લોકોમાં જોવા મળે છે. બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની કરેલી આગાહીે પગલે ખેડૂતવર્ગ ચિંતાતુર બન્યો છે. હવામાન તંત્રની આગાહી મુજબ મહેસાણા જિલ્લામાં બુધવારે બપોરના સુમારે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ સાથે હળવો પવન ફૂંકાયો હતો અને આકાશે કાળાડિબાંગ વાદળો છવાતા ઠેકઠેકાણે કમોસમી વરસાદના છાંટા પડયા હતા. જેના લીધે આ પંથકમાં જગતના તાતના જીવ પડીકે બંધાયા હતા.

(7:07 pm IST)