Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

આણંદ નજીક પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી:ફાયર બ્રિગેડની મદદથી 6 કલાકે આગ પર કાબુ મેળવવામાં આવ્યો

આણંદ: નજીક આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં આજે સવારે લાગેલી ભીષણ આગને કારણે વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

આણંદ નજીકના ગોપાલપુરા ગામે આવેલી સત્યેન્દ્ર પ્લાસ્ટિક નામની કંપની લોક ડાઉનના કારણે બંધ હોવાથી મોટી જાનહાની થતાં અટકી હતી.પ્રાથમિક તબક્કે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.

વહેલી સવારે લાગેલી આગે ભારે તબાહી મચાવી હતી તેમજ કંપનીનો શેડ પણ તૂટી પડયો હોવાનું જાણવા મળ્યું છે.બેકાબૂ બનતા બાર ફાયર ફાયટરો કામે લાગ્યા હતા અને વડોદરા ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી.લગભગ સાત કલાક બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.

(5:51 pm IST)
  • દિલ્હીમાં આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મહત્વની જાહેરાત : લોકોની ભીડ થતી અટકાવવા અને ચીજ વસ્તુઓના પૂરતા સ્ટોકને ધ્યાને લઇ નિર્ણય લીધો : દૂધ ,શાકભાજી , દવા ,કરિયાણું ,સહિતની જીવન જરૂરી ચીજો માટે ભીડ ન કરવા અનુરોધ : મહોલ્લા ક્લિનિક ચાલુ રહેશે : ફ્રી હોમ ડિલિવરી સેવા પણ ચાલુ રહેશે :છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસનો એક કેસ નોંધાયો access_time 7:26 pm IST

  • જાન્યુઆરીથી માર્ચ વચ્ચે મકાનોના વેચાણમાં ૪૨ ટકા ઘટાડો નોંધાયો access_time 6:06 pm IST

  • સુરતમાં કોરોનાના શંકાસ્‍પદ લક્ષણો ધરાવતા ૮ ના પેન્‍ડીંગ રીપોર્ટ નેગેટીવ આવતા હાશકારો access_time 12:53 pm IST