Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

અમદાવાદમાં કોરોનાને અટકાવવા લોકડાઉનનો ભંગ કરી કાર ચાલકે પોલીસ સાથે ગેરવર્તન કરતા પોલીસ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ: શહેરમાં કોરોના વાયરસને અટકાવવા જાહેર કરાયેલા લોકડાઉન દરમિયાન પ્રહલાદનગરમાં પોલીસે બીએમડબલ્યુ કારના ચાલકને અટકાવતા તણે પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું. તમે મને ઓળખતા નથી કહીને તેણે પોલીસ સાથે બોલાચાલી કરતા આનંદનગર પોલીસે તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ લોકડાઉનને પગલે આનંદનગર પોલીસ પ્રહલાદનગર ટી ઓનેસ્ટ હોટેલ પાસે ૨૪ માર્ચના રોજ ફરજ બજાવી રહી હતી. દરમિયાન ઈસ્કોન તરફથી આવી રહેલી બીએમડબલ્યુ કારને પોલીસે અટકાવીને તેના ચાલકનું નામ પુછ્યું હતું. શરૃઆતમાં તેણે પોતાનું નામ રાહુલ જીંદાલ હોવાનું જણાવ્યું હતું. જોકે બાદમાં તેણે પોતાનું સાચુ નામ સુલભ એન.સરોગી (૩૦) અને તે આનંદનગરમાં દેવઓરમ બિલ્ડીંગમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.

(5:50 pm IST)