Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ગુજરાતમાં માલવાહક વાહનોના ટેક્ષ ભરવાની મુદતમાં ૩૧ મે સુધીનો વધારો

ગુડઝ ટ્રાન્સપોર્ટ ટેક્ષ માર્ચ-એપ્રિલમાં ભરવા પાત્ર હોય તો ચિંતા કરતા નહી

રાજકોટ, તા., ૨૬: રાજય સરકારે કોરોનાની પરિસ્થિતિમાં લોકડાઉનના પગલે ગુડઝ ટ્રાન્સપોર્ટ ટેક્ષ ભરવાની મુદતમાં ૩૧ મે સુધીનો વધારો કરવાનો નક્કી કર્યાનુ઼ જાણવા મળે છે તેની જાહેરાત ટુંક સમયમાં થશે. જેની મુદત માર્ચ અથવા એપ્રિલમાં પાકતી હતી તેવા ટ્રક, મેટાડોર વગેરેના માલીકો માટે આ નિર્ણય રાહતરૂપ બનશે.  સરકારના વર્તુળોના જણાવ્યા મુજબ ગુડઝ ટ્રાન્સપોર્ટ ટેક્ષ ચુકવવા માટે માલીકોએ અલગ-અલગ સમયાંતરની જોગવાઇઓ સ્વીકારેલી હોય છે. આવા કેટલાય માલવાહક વાહનો માટે એપ્રિલમાં ગુડઝ ટેક્ષ ભરવા પાત્ર હતો તે તમામની મુદત ૩ ૧ મે સુધી વધારવાનુ઼ સરકારે નક્કી કર્યુ છે.

(3:47 pm IST)
  • ઈરાનમાં ૨૦૭૭ મોત : અમેરિકા ૧૦૩૨ મોત : સ્પેનમાં ૩૬૪૭ મોત : ચીનમાં ૩૨૮૭ મોત access_time 7:37 pm IST

  • જાહેરનામાના ભંગના 147 કેસો દાખલ : કોરોના અંગે જાહેરનામાના ભંગ માટે રાત્રે 8 સુધીમાં 147 કેસો નોંધાયા છે access_time 10:55 pm IST

  • કચ્છમાં ક્વોરન્ટાઈન સેન્ટરની હાલત ખરાબ:બેડ પર ગાદલાની પણ નથી વ્યવસ્થા :ભુજ-ગાંધીધામમાં વોર્ડ કરાયા છે શરૂ :યોગ્ય ભોજન વ્યવસ્થાનો છે અભાવ : કવોરન્ટાઈન લોકો દ્વારા કરાઈ ફરીયાદ access_time 10:37 pm IST