Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

રાજપીપળામાં ૨૧ દિવસના લોકડાઉન વચ્ચે આવશ્યક ચીજ વસ્તુઓ માટે તંત્ર દ્વારા વ્યવસ્થા ઉભી કરાઈ

દુકાનદાર /વેપારીના Whatsapp નંબર પર ઓર્ડર કરવાથી જે તે વેપારી દ્વારા હોમ ડિલીવરી પણ કરી આપવામાં આવશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : લોકડાઉન વચ્ચે રાજપીપળાની જનતાને ૨૧ દિવસ સુધી આવશ્યક ચીજ વસ્તુઓની તકલીફ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી.છે
- અનાજ કરીયાણાની દુકાનો દરરોજ બપોરના બે વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે.
- જે લોકો અનાજ/કરીયાણ ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો જે તે દુકાનદા/વેપારીના Whatsapp નંબર પર ઓર્ડર કરવાથી જે તે વેપારી દ્વારા હોમ ડિલીવરી પણ કરી આપવામાં આવશે. હોમ ડિલીવરી માટે વેપારીઓની વિગત નીચે મુજબ છે.
અશોક સી.માલી (મો.નં.૯૪૨૯૦ ૩૮૭૮૧) , અંબિકા ગ્રઇન શોપ (મો.નં.૯૫૮૬૦ ૫૧૦૭૫),મતેશ્વરી પ્રો.સ્ટોર (મો.નં.૯૪૨૭૧ ૪૫૯૯૭), અંબિકા પ્રો.સ્ટોર(મો.નં.૯૪૨ ૬૫ ૫૭૧૬૮),શ્રી રામ પ્રો.સ્ટોર (મો.નં.૯૮૭૯૬ ૯૫૬૯૯), દિપક કુમાર & બ્રધર્સ(મો.નં.૯૯૨૫૦ ૨૧૦૫૦)હરી બાલાજી ગ્રેઇન શોપ( મો.નં ૯૪૨૮૪૪૪૮૭૦),વિક્રમ સ્ટોર (મો.નં.૯૮૨૫૮ ૭૩૦૫૦)અરીહંત પ્રો.સ્ટોર (મો.નં.૯૪૨૭૧ ૩૧૫૮૬), ન્યુ અંબિકા પ્રો.સ્ટોર (મો.નં.૯૮ ૨૫૭ ૯૨ ૮૮૧)
- બપોરના બે વાગ્યા સુધી દુકાન ઉપરથી પણ અનાજ કરીયાણુ મેળવી શકાશે. દુકાન પરથી ચીજ વસ્તુ મેળવતી વખતે તમામ ગ્રાહકોએ Social Distance જાળવવાનું રહેશે. દુકાનદારે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.
- અનાજ કરીયાણાની દુકાનદારોને અન્ય જિલ્લા માંથી સ્ટોક લાવવા માટે સંબંધિત મામલતદાર મારફત પાસની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
 શાકભાજીની વિતરણની વ્યવસ્થા
- શાકભાજીના વિતરણ માટે રાજપીપળા નગરપાલીકા વિસ્તારમાં ચાર જગ્યાઓ નકકી કરવામાં આવેલ છે.'
૧) ઝાંસીની રાણી કન્યા પ્રાથમિક શાળા,સ્ટેશન રોડ, રાજપીપળા (સરકારી જગ્યા),૨) સરકારી હાઇસ્કુલ, નાગરીક બેંકની બાજુ,રાજપીપળા,૩) હયાત શાક માર્કેટ
- શાકભાજી વેચાણ કરનાર સવારે ૧૦ વાગ્યા સુધી ઉપરોકત જગ્યાએ બેસી શાકભાજી વેચાણ કરી શકશે.
- જે વેપારી પાસે લારી છે તે વેપારીઓ ફરજીયાતપણે શેરીએ / મહોલ્લે ફરીને શાકભાજી વિતરણ કરી શકશે.
- AR.FRUIT & VEGETABLE co. આસીફભાઇ (મો.નં.૯૯૭૯૩ ૬૬ ૧૮૬) આરીફ ભાઇ,(મો.નં.૯૯૭૮૭ ૮૬૯૮૫) પર ઓર્ડર કરવાથી તેઓ દ્વારા શાકભાજી તેમજ ફ્રૂટ્સ હોમ ડિલીવરી પણ કરી આપવામાં આવશે,

શાકભાજી વિતરણ માટે તમામ વેપારીઓની યાદી એસોસીયેશનના લેટરપેડ પર મામલતદાર કચેરીમાં રજુ કરી પાસ મેળવી લેવાના રહેશે.

દૂધ ના વિતરણની વ્યવસ્થા

- દુધનું વિતરણ કરતી તમામ દુકાનોને ૨૪ કલાક વિતરણ કરવાની અનુમતી લોકોના ઘરે આપવામાં આવતું ડોર ટુ ડોર દુધનું વેચાણ રાબેતા મુજબ યથાવત રહેશે તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.

(6:14 pm IST)