Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ પરંતુ કોરોનાને લઈને મંદિરો બંધ : મેળો પણ રદ

સ્થાનિક પુંજારી સાવર સાંજ આરતી કરી વેબસાઈડ પર અપલોડ કરી રહ્યા હોય લોકો ઇ દર્શનનો લાભ લઇ શકે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરાનાની અસરને પગલે ઐતિહાસિક હરસિધ્ધિ મંદિર અને કાળકા માતાના મંદિર બંધ હોવાથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે છે ત્યારે ભક્તોની ભીડ જ્યાં જામતી હતી ત્યાં હાલ સુનકાર ભાસે છે. આ સાથે વર્ષોથી ભરાતો પરંપરાગત મેળો પણ બંધ રાખવામાં આવ્યો છે

  દેશમાં 21 દિવસના લોકડાઉનને લઇને તમામ ધાર્મિક સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે ચૈત્રી નવરાત્રીના આરંભમાં કોઈ મંદિરે દર્શન કરવા પણ ફરકતું નથી કેમકે હાલ લોકડાઉન છે.

 માં હરસિધ્ધિ અને કાલિકા માતાજીના મંદિર સ્થાનિક રાજવી પરિવાર ક્ષત્રિય સમાજ, ધોબી સમાજ સહિત અનેક સમજોના કુળદેવી છે અને ગુજરાત ભરમાંથી ભક્તો અહીંયા આવતા હોય છે. ચૈત્ર મહિનામાં.માતાજીના દર્શન કરવા ભીડ ઉમટતી હોય અને ભક્તો પગપાળા પણ માતાજીના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે હાલ લોકડાઉન ની અસર મંદિરો પર જોવા મળી રહી છે.જોકે સ્થાનિક પુંજારી હાલ સાવર સાંજ આરતી કરી વેબસાઈડ પર અપલોડ કરી રહ્યા છે.લોકો ઇ દર્શનનો લાભ લઇ શકે છે.

(12:32 pm IST)