Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ભેજ વધશે, કાલે પણ છૂટાછવાયા સ્‍થળોએ કમોસમી વરસાદની શકયતા

રાજકોટ : પાકિસ્‍તાનના દક્ષિણ ભાગ અને તેની સાથે જોડાયેલા દક્ષિણ પમિ રાજસ્‍થાનમાં એક નવું વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ ઉભુ થયુ છે : તે ઉપરાંત અરબી સમુદ્ર તરફથી આવતા પવનોના કારણે ગુજરાતમાં ભેજ વધશે : જેના કારણે સૌરાષ્‍ટ્ર, ભુજ, કચ્‍છ, બનાસકાંઠા, પાલનપુર, પાટણ, મોરબી અને સુરેન્‍દ્રનગરમાં હળવા છાંટા ૨૭ તારીખની સવાર સુધી પડવાની શકયતા છે

(12:05 pm IST)
  • રાહુલે રાહત પેકેજને આપ્યો આવકાર : મોદી સરકારે આજે જાહેર કરેલા નાણાંકીય પેકેજને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આવકાર આપ્યો છેઃ તેમણે કહ્યું છે કે આ સાચી દિશાનું પગલુ છેઃ લોકડાઉનના કારણે ખેડૂતો, શ્રમિકો, મહિલાઓ અને વૃદ્ધનો મુશ્કેલી પડી રહી છે ત્યારે આ પેકેજ તેઓને રાહત પ્રદાન કરશે access_time 4:32 pm IST

  • કચ્છમાં ક્વોરન્ટાઈન સેન્ટરની હાલત ખરાબ:બેડ પર ગાદલાની પણ નથી વ્યવસ્થા :ભુજ-ગાંધીધામમાં વોર્ડ કરાયા છે શરૂ :યોગ્ય ભોજન વ્યવસ્થાનો છે અભાવ : કવોરન્ટાઈન લોકો દ્વારા કરાઈ ફરીયાદ access_time 10:37 pm IST

  • દુરદર્શન ઉપરથી પ્રસારિત થશે રામાયણ - મહાભારતની સીરીયલ : દુરદર્શને નિર્ણય લીધો છે કે લોકપ્રિય શ્રેણી મહાભારત અને રામાયણનું પ્રસારણ કરવું : આ બંને ઘણી લોકપ્રિય શ્રેણી છે : ટુંક સમયમાં પ્રસારણની તારીખ જાહેર થશે : બંને શ્રેણીઓએ ઇતિહાસ રચ્યો હતો access_time 4:33 pm IST