Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

રાજયભરના વાતાવરણમાં પલ્‍ટો

આજે- કાલે વાદળછાયા વાતાવરણ વચ્‍ચે કયાંક- કયાંક માવઠાની આગાહી

રાજકોટ,તા.૨૬: રાજયભરના વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે. ગરમીમાં ઘટાડા અને વાદળછાયા વાતાવરણ વચ્‍ચે છેલ્લા બે દિવસથી કોઈ- કોઈ સ્‍થળોએ કમોસમી વરસાદ વરસવાના વાવડ મળી રહ્યા છે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરના પગલે વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે. દરમિયાન આજે અને આવતીકાલે પણ કોઈ- કોઈ જગ્‍યાએ માવઠાની આગાહી કરવામાં આવી છે.

હવામાન શાસ્ત્રીઓના જણાવ્‍યા અનુસાર રાજયના અનેક ભાગોમાં વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે. ૪૮ કલાક વાદળછાયુ વાતાવરણ રહેશે. થન્‍ડરસ્‍ટ્રોમના લીધે પવનની ગતિ પણ રહેશે. ઉતર અને દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શકયતા છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના પાકમાં નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

દરમિયાન બનાસકાંઠાના સૂઈગામ, ભાભર, વાવમાં પણ વાદળછાયુ વાતાવણ છે. રાજકોટ શહેરમાં આજે પણ વાદળછાયું વાતાવરણ છે. ગરમીમાં આંશિક ઘટાડો થયો છે.

(12:05 pm IST)
  • ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો બંધ કરી : ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનને નજર સમક્ષ રાખી ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો બંધ રાખવાના હુકમો કર્યા છે access_time 10:16 pm IST

  • મોડીરાત્રે રાજકોટમાં વરસાદી છાંટા : બપોરથી ભારે પવન ફુંકાતા વાતાવરણમાં પલટો : સમી સાંજે પવનનું જોર ઘટ્યું : મોડીરાતે કાલાવડ રોડ ,અમીનમાર્ગ અને સાધુ વાસવાણી રોડ પર વરસાદના છાંટા : લાઈટ ગુલ : જોકે વીજપુરવઠો તુરત કાર્યરત થયો છે access_time 11:28 pm IST

  • જાન્યુઆરીથી માર્ચ વચ્ચે મકાનોના વેચાણમાં ૪૨ ટકા ઘટાડો નોંધાયો access_time 6:06 pm IST