Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

૨૧ દિ' ભજન - નિજ સંશોધનનો અવસરઃ જ્ઞાનજીવનદાસજી સ્વામી

હકારાત્મકતા સાથે ખૂબ પાઠ, જપ, ધૂન કરો

વડોદરા તા. ૨૬: સ્વામિનારાયણ સંપ્રદાયના  શ્રી કુંડલધામના વડાશ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ લોકડાઉન સમયમાં ભકતોને ભજન અને સ્વયંનું સંશોધન કરવા અનુરોધ કર્યો છે.

સ્વામીજીએ હરિભકતો જોગ સંદેશમાં જણાવ્યુ છે કે લોકડાઉન સૌનુ ભલુ છે. સર્વેનું સારુ થશે તેવુ હકારાત્મક વિચારજો. ૨૧ દિવસનો આ સમયગાળો ભજન કરવાનો અને આત્માને ઢંઢોળીને  નિજ સંશોધન કરવા માટેનો છે. ન કરવાના કોઇ કામ થઇ ગયા હોય અને કરવા જેવા કામ રહી ગયા હોય તે અંગે વિચારવુ જોઇએ.  આ સમય ભકિત કરવાની તક છે. દિવાળીએ યોજાનારા શિબિર  સંદર્ભે ખૂબ જપ, પાઠ, ધૂન કરજો. ભગવાન રાજી થશે. સંતાનો રાજીયો મળશે. બહાર નીકળતા નહિ. ૨૧ દિવસ જતા વાર નહિ લાગે. ખોટી રીતે સમય બગાડશો નહિ, આ ભજન કરવાનો મોકો છે તે ભૂલશો નહિ.

(11:39 am IST)