Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કોરોનાવાયરસનો કહેર: રાજ્યમાં ક્વોરન્ટાઈન ભંગનાં 246 ગુન્હા નોંધાયા : 897ની પોલીસે કરી અટકાયત

રાજયમા અત્યાર સુધીમાં જાહેરનામાં ભંગના કુલ 490 ગુન્હા

અમદાવાદ : વૈશ્વિક મહામારી કોરોનાવાયરસને અટકાવવા માટે વડાપ્રધાન  મોદીએ 21 દિવસ સુધી ભારતમાં લોકડાઉનની જાહેરાત કરી છે, રાજય પોલીસ વડાએ પણ જણાવ્યું હતું કે લોકડાઉન દરમ્યાન જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની કોઈ અછત વર્તાશે નહીં અને તેનું પરિવહન કરતાં વાહનોને અડચણ નહીં કરવા પણ પોલીસને પણ સુચના આપવામાં આવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજયમાં જાહેરનામાં ભંગના 194 અને કવોરેન્ટાઈન ભંગના 89 ગુના નોંધાયા છે. અત્યાર સુધી ક્વોરેન્ટાઈન ભંગના 236 ગુના નોંધાઈ ચુકયા છે.

  પોલીસ લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવી રહી છે. તા.ર4 માર્ચથી અત્યાર સુધીમાં જાહેરનામાં ભંગના 191 ગુના અને ક્વોરેન્ટાઈન થયેલી વ્યક્તિઓ દ્વારા કાયદાના ભંગ બદલ 89 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કુલ 3પ3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આમ રાજયમા અત્યાર સુધીમાં જાહેરનામાં ભંગના કુલ 490 અને ક્વોરેન્ટાઈન ભંગના ર36 ગુનાઓમાંથી કુલ 897 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

(10:53 am IST)
  • ઈરાનમાં ૨૦૭૭ મોત : અમેરિકા ૧૦૩૨ મોત : સ્પેનમાં ૩૬૪૭ મોત : ચીનમાં ૩૨૮૭ મોત access_time 7:37 pm IST

  • સોશિયલ મીડિયા પર આવતા ફેક કૉલ્સથી સતર્ક રહો access_time 11:48 pm IST

  • કોરોના સામે વિશ્વ યુદ્ધની જેવી તૈયારી : કેન્દ્ર સરકારે કેબિનેટ મંત્રીઓને અલગ અલગ રાજ્યોની જવાબદારી સોપી : કેન્દ્ર સરકાર અને પીએમ મોદી કોરોના વાઈરસ સાથેની લડાઇમાં કોઈ કસર છોડશે નહીં : કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સારા સંકલનની સાથે પરિસ્થિતી પર કેબિનેટ મંત્રીઓ સારી રીતે ધ્યાન રાખશે. access_time 8:59 pm IST