Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

સુરત પોલીસે માનવતા મહેકાવી : લોકડાઉન સુધી મજૂરોને દિવસમાં બે વાર આપશે ફૂડ પેકેટ

લોકડાઉન હોવાને કારણે મજૂરી નહીં મળતા તેમની હાલત કફોડી બની

 

સુરત : કોરોના વાયરસને લઈને લોકડાઉન જાહેર થયું છે ત્યારે રોજ કમાઇને રોજ ખાતા લોકોની હાલત કફોડી બની છે કામ-ધંધો હોવાને કારણે આવા લોકોને જમવાના પણ  ફાંફા પડી ગયા છે. ત્યારે  સુરત પોલીસ. આવા લોકોનાં જમવાની સગવડ કરી તમામને ફૂડ પેકેટ આપીને પોલીસ તેમની ભૂખ સંતોષી રહ્યાં છે.

 કોરોના વાયરસ લઇને સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે સૌથી વધુ ખરાબ હાલત રસ્તા અને ફૂટપાથ પર રહેતા લોકોની બની છે. ખાસ કરીને મજૂરી કરવા આવેલા લોકોને હાલમાં મજૂરી નહીં મળતા તેમને પણ ખાવાના ફાંફા પડી ગયા છે. કારણકે લોકડાઉન હોવાને લઇને આવા લોકોને મજૂરી નહીં મળતા  તેમની હાલત કફોડી બની છે.ત્યારે આવા લોકો જમવા પોતાનું પેટ ભરવા માટે આમથી તેમ ફરતા રહે છે. ત્યારે આવા લોકોની પડખે સુરત પોલીસ આવી છે. સુરત પોલીસ દ્વારા આવા લોકોને જમવા માટે ખાસ વ્યવસ્થા કરી હતી. 1 હજાર ફૂડ પેકેટ તૈયાર કરીને આવા લોકો જે જગ્યા પર હતા ત્યાં જઇને તેમને જમવાનું આપવામાં આવ્યું હતુ.

 સુરતનો ચોકબજાર વિસ્તારમાં આવા લોકો મોટી સંખ્યામાં હોય છે. ત્યારે આજે પોલીસે આવા ગરીબોને જમાડીને માનવતા મહેકાવી હતી. જોકે, જ્યાં સુધી આવી પરિસ્થિતી રહશે ત્યાં સુધી સવાર સાંજ આજ પ્રકારે ફૂડ પેકેટ બનાવી આવા ગરીબ મજૂર વર્ગને જમાડવાની જવાબદારી સુરત પોલીસે લીધી

(9:34 am IST)