Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કઠોર નિયંત્રણો છતાં હજુ પણ કેટલાક લોકો બહાર દેખાય છે

તંત્રની સતત અપીલ છતાં ભારે લાપરવાહી જારી : રાજ્યભરમાં લોકડાઉનનો અમલ થઇ રહ્યો છે પરંતુ લોકો દૂધ-શાકભાજી લેવા ઘરની બહાર નીકળવા માટે મજબૂર

અમદાવાદ,તા.૨૫ :  કોરોનાના સંક્રમણ અને તેના સંકજામાંથી લોકોને બચાવવાના ઉમદા આશય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત સહિત દેશભરમાં ૨૧ દિવસનું તા.૧૪મી એપ્રિલ સુધી જબરદસ્ત લોકડાઉન જાહેર કરાયું છે અને ગુજરાતામં તેની સારી રીતે અમલવારી પણ થઇ રહી છે. જો કે, હજુ પણ લોકો દૂધ, શાકભાજી, દવા, કરિયાણું સહિતની આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે પોતપોતાના ઘરોની બહાર નીકળી રહ્યા હોવાની સ્થિતિ સામે આવી રહી છે. ખાસ કરીને શાકભાજી, કરિયાણાની દુકાનો, દૂધની ડેરી-પાર્લરો પર લોકોની ભીડભાડ અને ટોળા સ્પષ્ટપણે જામી રહ્યા છે ત્યારે તેને ખતમ કરવા અથવા તો ઓછા કરવા એ સરકાર, પોલીસ અને સમગ્ર તંત્ર માટે એક પડકારજનક બાબત બની છે ત્યારે સરકાર અને તંત્ર દ્વારા હજુ પણ લોકોને કોરોના વાયરસની અસરની ગંભીરતા સમજાવી લોકોને ઘરોની બહાર નહી નીકળવા સતત અપીલો કરાઇ રહી છે. હોવાછતાં રાજ્યમાં કોરોના વાઇરસના વધતા વ્યાપને લઈ અમદાવાદ સહિત  સમગ્ર દેશભરમાં તા.૧૪મી એપ્રિલ સુધી ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરાયું હોવા છતાં લોકો હજુ પણ ઘરોમાંથી બહાર નીકળવાને લઇ ગંભીર બનતા નથી અને ભયંકર અજાગૃતિ દાખવી રહ્યા છે.

             એકબાજુ, સરકાર, તંત્ર અને પોલીસના અધિકારીઓ-કર્મચારીઓ લોકોને હાથ જોડી જોડીને વિનંતી કરી રહ્યા છે કે, ઇમરજન્સી સિવાય ઘરોમાંથી બહાર ના નીકળો પરંતુ લોકો હજુ પણ સરકાર કે તંત્રની અપીલને જોઇએ તેટલી ગંભીરતાથી લેતાં નથી અને તેથી સરકારક અને તંત્ર ભારે ચિંતિત બન્યુ છે કે, જો પ્રજા આમ જ લોકડાઉનનું પાલન નહી કરે તો કોરોના અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં તેની ભયાવહ અને બેકાબૂ અસરો પાથરવામાં સફળ થઇ જશે. તેથી સરકારે ફરી એકવાર જનતાને અપીલ કરી છે અમદાવાદ,તા.૨૫

કોરોનાના સંક્રમણ અને તેના સંકજામાંથી લોકોને બચાવવાના ઉમદા આશય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત સહિત દેશભરમાં ૨૧ દિવસનું તા.૧૪મી એપ્રિલ સુધી જબરદસ્ત લોકડાઉન જાહેર કરાયું છે અને ગુજરાતામં તેની સારી રીતે અમલવારી પણ થઇ રહી છે. જો કે, હજુ પણ લોકો દૂધ, શાકભાજી, દવા, કરિયાણું સહિતની આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે પોતપોતાના ઘરોની બહાર નીકળી રહ્યા હોવાની સ્થિતિ સામે આવી રહી છે. ખાસ કરીને શાકભાજી, કરિયાણાની દુકાનો, દૂધની ડેરી-પાર્લરો પર લોકોની ભીડભાડ અને ટોળા સ્પષ્ટપણે જામી રહ્યા છે ત્યારે તેને ખતમ કરવા અથવા તો ઓછા કરવા એ સરકાર, પોલીસ અને સમગ્ર તંત્ર માટે એક પડકારજનક બાબત બની છે ત્યારે સરકાર અને તંત્ર દ્વારા હજુ પણ લોકોને કોરોના વાયરસની અસરની ગંભીરતા સમજાવી લોકોને ઘરોની બહાર નહી નીકળવા સતત અપીલો કરાઇ રહી છે.

           હોવાછતાં રાજ્યમાં કોરોના વાઇરસના વધતા વ્યાપને લઈ અમદાવાદ સહિત સમગ્ર દેશભરમાં તા.૧૪મી એપ્રિલ સુધી ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરાયું હોવા છતાં લોકો હજુ પણ ઘરોમાંથી બહાર નીકળવાને લઇ ગંભીર બનતા નથી અને ભયંકર અજાગૃતિ દાખવી રહ્યા છે. એકબાજુ, સરકાર, તંત્ર અને પોલીસના અધિકારીઓ-કર્મચારીઓ લોકોને હાથ જોડી જોડીને વિનંતી કરી રહ્યા છે કે, ઇમરજન્સી સિવાય ઘરોમાંથી બહાર ના નીકળો પરંતુ લોકો હજુ પણ સરકાર કે તંત્રની અપીલને જોઇએ તેટલી ગંભીરતાથી લેતાં નથી અને તેથી સરકારક અને તંત્ર ભારે ચિંતિત બન્યુ છે કે, જો પ્રજા આમ જ લોકડાઉનનું પાલન નહી કરે તો કોરોના અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં તેની ભયાવહ અને બેકાબૂ અસરો પાથરવામાં સફળ થઇ જશે. તેથી સરકારે ફરી એકવાર જનતાને અપીલ કરી છે

(10:04 pm IST)
  • મોડીરાત્રે રાજકોટમાં વરસાદી છાંટા : બપોરથી ભારે પવન ફુંકાતા વાતાવરણમાં પલટો : સમી સાંજે પવનનું જોર ઘટ્યું : મોડીરાતે કાલાવડ રોડ ,અમીનમાર્ગ અને સાધુ વાસવાણી રોડ પર વરસાદના છાંટા : લાઈટ ગુલ : જોકે વીજપુરવઠો તુરત કાર્યરત થયો છે access_time 11:28 pm IST

  • વિશ્વ આજે કોરોનાવાયરસ COVID-19 રોગચાળોનો સામનો કરી રહ્યું છે ત્યારે આ મહામારીના કારણે વૈશ્વિક મૃત્યુની સંખ્યા 21,000 થી વધુ પહોંચી ગઈ છે જેમાં ઇટાલી અને સ્પેને ચીન કરતા વધુ મૃત્યુ નોંધાવ્યા છે. ઇટાલીમાં, આ જીવલેણ વાયરસ ફાટી નીકળતાં 7500 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે સ્પેનમાં 3600 થી વધુ લોકો મરી ગયા છે access_time 9:20 pm IST

  • રાહુલે રાહત પેકેજને આપ્યો આવકાર : મોદી સરકારે આજે જાહેર કરેલા નાણાંકીય પેકેજને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આવકાર આપ્યો છેઃ તેમણે કહ્યું છે કે આ સાચી દિશાનું પગલુ છેઃ લોકડાઉનના કારણે ખેડૂતો, શ્રમિકો, મહિલાઓ અને વૃદ્ધનો મુશ્કેલી પડી રહી છે ત્યારે આ પેકેજ તેઓને રાહત પ્રદાન કરશે access_time 4:32 pm IST