Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

પહેલી એપ્રિલથી રવિપાકની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરુ કરાશે

ટેકાના ભાવે રાયડો, સરસવ સહિત મગની ખરીદી કરાશે :તમામ કલેકટરોને પત્ર પાઠવ્યો

 

ગાંધીનગર:રાજ્યમાં પહેલી એપ્રિલથી રાજય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્રારા રવિ પાકની ખરીદી ટેકાના ભાવે શરૂ કરાશે માટે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આદેશ આપવામાં આવ્યો છે

. આગામી 1લી એપ્રિલથી એક મહિના સુધી ચણા, રાયડો, સરસાવ અને મગની ખરીદીની પ્રક્રિયા નક્કી કરેલા કેન્દ્રો પર શરૂ કરવામાં આવશે. જ્યારે 8 એપ્રિલથી 5 દરમિયાન પાકની ખરીદી શરૂ કરવામાં આવશે.

   વર્ષ 2018-19માં લઘુત્તમ ટેકાના ભાવે રાયડો, સરસવ સહિત મગની ખરીદીની પ્રક્રિયા 1લી એપ્રિલથી એક મહિના સુધી શરૂ કરવાનું આદેશમાં જણાવાયુંછે. સરકારે નિયત કરેલા કેન્દ્રમાં8 એપ્રિલથી 5 મે સુધી ખરીદી કરવામાં આવશે, જ્યારે 1 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.

    અત્રે  ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીના સમયે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે પ્રકારની કોઇ સમસ્યા રવિ પાકનીખરીદી વખતે નથાય તેની ખાસ તકેદારી રાખવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

(11:39 pm IST)