Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

સુરતમાં મૈં ભી ચોકીદાર અભિયાનની અસર :કર્મચારીને 12 લાખના હીરાનું પેકેટ મળ્યું :મૂળ માલિકને સુપ્રત કર્યા

કર્મચારી હેમંત ધામેલીયાએ હીરાનું પેકેટ મૂળ માલિકને એસો,મારફત પરત કર્યું

 

સુરત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના 'મૈં ભી ચોકીદાર' અભિયાનની અસર સુરતમાં જોવા મળી હતી એક કર્મચારીને 12 લાખના હીરા મળ્યા હતાં ત્યારે તે કર્મચારીએ વડાપ્રધાન મોદીની ઈમાનદારીથી પ્રભાવિત થઈ પોતાને ચોકીદાર ગણાવી હીરા અસલી માલિકને સુપ્રત કર્યા હતા.

  સુરતમાં શહેરમાં આશરે 12 લાખની કિંમતના હીરા એક કર્મચારીને મળ્યા હતાં. જે હીરાબજાર સાથે સંકળાયેલા અશોક ધામેલીયાના હતા.અશોકે પોતાનું હીરાનું પડીકું ગૂમ થયાની જાણકારી મળી ત્યારથી શોધવાના ઘણા પ્રયત્ન કર્યા હતા પણ મળ્યું નહોતું.

  ગત સપ્તાહમાં એક કર્મચારી હેમંત શંકર ભાવસારને હીરાનું એક પેકેટ મળી આવ્યું હતું.તેમણે  પ્રામાણિકતા બતાવીને કંપનીમાં પરત આવીને પોતાના મેનેજરને પેકેટ આપી દીધું હતું. કંપનીમાં હીરાના કેરેટ્સ તપાસતાં જણાઈ આવ્યું કે પેકેટમાં સહેલાઇથી 10-12 લાખના હીરા ચી. કંપની દ્વારા સુરત ડાયમંડ એસોશિએસનને વાતની જાણ કરવામાં આવી હતી.

   ત્યારે સુરતના એક ડાયમંડ પ્રોસેસરે પોતાના હીરા ખોવાયા હોવાની એસોશિએસનને જાણ કરી હતી. તેમને ખોવાયેલા હીરાને લગતા વિવિધ પ્રકારના સ્પેશિફિકેશન્સ પૂછવામાં આવ્યા હતા.આખરે હીરા અસલ માલિક સુધીપહોંચ્યા હતા.હેમંતે જણાવ્યું કે, તે વડાપ્રધાન મોદીની જેમ પોતાને ચોકીદાર માને છે અને વડાપ્રધાન  મોદીની ઈમાનદારીથી પ્રભાવિત થઇ તેણે પગલું ભર્યું છે.

  પ્રામાણિક કર્મચારીને અને હીરાના મૂળ માલિકને ડાયમંડ એસોસિએશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.બહુ સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા કર્મચારીએ લાખોના હીરા મળવા છતાં પોતાની પ્રામાણિકતા જાળવી રાખી હતી.મૂળ ભાવનગરના વતની અને છેલ્લા 30 વર્ષથી સુરત હીરા બજાર સાથે સંકળાયેલા અશોક ધમેલીયાએ વાતચીત દરમિયાન જણાવ્યું કે, સામાન્ય રીતે હીરા બજારમાં પડીકા ગુમ થવાના કિસ્સા અવાર-નવાર બનતા હોય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હીરાની કિંમત કરતાં હેમંતની ઇમાનદારીની કિંમત છે. હેમંતની ઈમાનદારીને જોઈ અશોકભાઈએ તેના 14 હજારના પગારથી વધારે 21 હજારની રકમ ઇનામમાં આપી હતી.

 

(11:37 pm IST)