Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

14મીએ ભાજપ નેતાઓને ડો,આંબેડકરની પ્રતિમાને ફુલહાર નહીં કરવા દેવા જીગ્નેશ મેવાણીનું આહવાન

મહેસાણા હોસ્પિટલમાં અપહરણ અને માર મારવાના મામલે પીડિત દલિત વિદ્યાર્થીની મેવાણીએ મુલાકાત લીધી

 

મહેસાણામાં દલિત વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર પરથી અપહરણ કરી માર મારવાના મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ભોગ બનનાર અને તેના પરિવારની મુલાકત લીધી હતી અને પોલીસ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરતા ન્યાયિક તપાસની માંગ કરી છે.

મહેસાણાના મિત ચાવડા નામના દલિત વિદ્યાર્થીનું ધિણોજ ગામે પરીક્ષા કેન્દ્ર બહારથી અપહરણ કરી માર મારવાની ઘટનાને આજે 6 દિવસ વીતી ચુક્યા છે દલિત આગેવાન અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભોગ બનનાર વિદ્યાર્થીની મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બંધ બારણે મુલાકાત બાદ જીગ્નેશ મેવાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, વિદ્યાર્થી પોતાના ઘાવ બતાવતા રડી પડ્યો છે. તેને એટલી હદે માર મરાયો છે.

પોલીસે ભોગ બનનારના બતાવેલા આરોપીઓને પકડી અન્ય વ્યક્તિઓને ઝડપી લીધા છે. જેથી કેસમાં યોગ્ય તપાસ થાય અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે જિગ્નેશે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. ઉપરાંત પોતાના સમાજને ઉશ્કેરતા આગામી 14મીએ ભાજપના નેતાઓને બાબા આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા દેવા પણ આહવાન કર્યું છે.

જ્યારે સરકારના પ્રધાનો પર પોતાના મળતીયાઓ હોઈ કેસમાં હોવાના આક્ષેપો લગાવતા સરકાર દલિત વિરોધી હોવાનું પણ મેવાણી દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે.

(11:19 pm IST)