Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

' મોદી હૈ તો મુમકીન હૈ;'દેશનો નારો બન્યો :રાહુલ ગાંધી "મેન વિધાઉટ બ્રેન" છે: ઘાટલોડિયામાં યોગી આદિત્યનાથના પ્રહાર

રાહુલ ગાંધીને ચૂંટણી આવે ત્યારે જ મંદિર યાદ આવે છે.નકલ કરવામાં પણ અકલ જોઈએ

અમદાવાદઃ અમદાવાદના ઘાટલોડિયામાં ભાજપના વિજય વિશ્વાસ સંમેલનને સંબોધતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે મોદી હૈ તો મુમકીન હૈ દેશનો નારો બન્યો છે જયારે કોંગ્રેસને માત્ર ચૂંટણી સમયે જ ગરીબો યાદ આવે છે

  ગાંધીનગર મતવિસ્તારના અમદાવાદના ઘાટલોડિયામાં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથએ વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. અમિતભાઈ  શાહ ગાંધીનગર મત વિસ્તારના ઉમેદવાર છે, ત્યારે યોગી આદિત્યનાથે જાહેર સભાને સંબોધિત કરી હતી અને કોંગ્રેસને ખોટા વાયદા કરનારી પાર્ટી ગણાવી હતી. 55 વર્ષ સુધી ગરીબી હટાવોનું સુત્ર આપ્યું પણ કંઈ થયું જ નથી. 2014થી ભાજપની મોદી સરકાર આવી પછી તમે જૂઓ વિકાસ ચારેય બાજુ દેખાઈ રહ્યો છે. આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે.

   ઉતર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વિશાળ જનસંખ્યામાં સભા સંબોધિત કરી હતી. યોગીએ જણાવ્યું કે, વિકાસના વિચારો રાખનારી પાર્ટી માત્ર ભાજપ જ છે. તેથી જ મુંબઇ અને અમદાવાદને જોડતી બુલેટ ટ્રેન પણ વિકસાવી છે. તેઓએ જણાવ્યું કે, રાહુલ ગાંધીને હવે ગરીબ યાદ આવ્યા છે, 55 વર્ષના શાસનમાં કેમ યાદ ન આવ્યા..?

   તેમણે કહ્યું કે, અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડે એ ગૌરવની વાત છે. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર જયારે પાર્ટીના અધ્યક્ષ થાય ત્યારે 56ની છાતી થઇ જાય. આ કાર્ય કૉંગ્રેસમાં ન થઇ શકે. ભારતીય જનતા પાર્ટીમાં જ થઇ શકે કારણ કે અન્ય પાર્ટીઓમાં પરિવાર જ રાજ કરે છે. વધુંમા તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં નારો બન્યો "મોદી હૈ તો મુમકીન હૈ." વધુમાં તેઓએ જણાવ્યું કે, કોંગ્રેસના રાજમાં કદી સરદાર પટેલને સન્માન નથી અપાયું. આ કાર્ય ભાજપે જ કર્યું છે.

  સરદાર પટેલનું મોટું સ્ટેચ્યુ મોદીના કારણે જ શક્ય બન્યું છે. પ્રયાગરાજ કુમ્ભને આટલું સન્માન પણ કોંગ્રેસ વખતે નહોતું આપવામા આવ્યું.આ વખતએ આ આયોજન વડાપ્રધાને સ્વયંમ કર્યુંછે. વૈશ્વિક માન્યતા યુનેસ્કોમાં વડાપ્રધાને અપાવીછે. બીજી સર્જીકલ સ્ટ્રાઇકે ફરી આતંકવાદનો ખાત્મો બોલાવ્યો હતો. એર સ્ટ્રાઇક કરી તાકાતનો પરચો આખી દુનિયાને બતાવ્યો હતો.આ સ્ટ્રાઇકે પાકિસ્તાનની કમર તોડી નાખી હતી.

  ચીન પણ ઘૂસપેઠ કરતી હતી. એમનો પણ વડાપ્રધાનએ જવાબ આપ્યો હતો. રાહુલ ગાંધીને ચૂંટણી આવે ત્યારે જ મંદિર યાદ આવે છે.નકલ કરવામાં પણ અકલ જોઈએ. રાહુલ ગાંધી સોમનાથ મંદિરમાં પણ નમાજ પઢવા બેસ્યા હોય તેમ બેઠાત્યારે રાહુલને પુજારીએ પણ ટોક્યા હતા.

રાહુલ ગરીબને 72 હજાર આપવાની વાત કરી તો અત્યાર સુધી શું કરતા હતા. તે ઉપરાંત યોગી આદિત્યનાથે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધીને એક્સપોઝ તો ખરી રીતે ગુજરાતે જ કર્યા છે. તો વધુંમા કહ્યું કે, તેઓ "મેન વિધાઉટ બ્રેન" છે.

(10:36 pm IST)