Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

મોડાસા હાઇવે પર ડીજેની ગાડી પલ્ટી ખાઈ જતા 7 જાનૈયા ઘાયલ :4ની હાલત ગંભીર :લુણાવાડા હોસ્પિટલમાં ખસેડાયા

મહિસાગરના ખાનપુર તાલુકાના લીમડિયા મોડાસા હાઇવે પર દુર્ઘટના

 

મહીસાગર જિલ્લાના મોડાસા હાઇ વે પર ડી જેની ગાડી પલટી ખાતા 7 જાનૈયા ઘાયલ થયા હતા, જેમાં 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે

  મળતી વિગત મુજબ મહિસાગરના ખાનપુર તાલુકાના લીમડિયા મોડાસા હાઇવે પર ડીજેની ગાડી પલટી ખાઇ ગઇ હતી. દુર્ઘટનામાં ગાડીમાં સવાર 7 જાનૈયાને ઇજા પહોંચી હતી. જેમાંથી 4ની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટના બાદ ઘાયલોને સારવાર અર્થે લુણાવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

(10:01 pm IST)