Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

બોરસદના વ્હેરામાં અગાઉ બાઈક સ્લીપ થતા ચાલકનું સારવાર દરમ્યાન મોત

આણંદ: જિલ્લાના બોરસદ તાલુકાના વ્હેરા ગામ પાસે ૨૫ દિવસ અગાઉ મોટર સાઈકલ સ્લીપ થઈ જતા ગંભીર ઈજાઓના કારણે ઘાયલ થયેલ યુવકનું ગત રાત્રે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોરસદ શહેરના મહાદેવ રોડ આવેલ પુરુષોત્તમનગરમાં રહેતા યોગેશભાઈ વિનુભાઈ પટેલ .. ૪૦ ગત તા. માર્ચના સાંજના પોતાની મોટર સાયકલ નં. જીજે ૨૩ બીએચ ૨૨૫૯ લઈ આણંદથી બોરસદ તરફ આવી રહ્યા હતા. વખતે વહેરા ગામના વાણીયા કૂવા ખાતે મોટર સાઈકલ અચાનક સ્લીપ થઈ જતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેઓને તાત્કાલિક સારવાર અર્થે તેઓને બોરસદની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ગત મધ્યરાત્રિના સુમારે તેમનું મોત નીપજ્યું હતું. બનાવની બોરસદ રૂરલ પોલીસ મથક ખાતે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

 

(5:37 pm IST)