Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

મહેસાણાના શોભાસણમાં ડમ્પિંગ સાઈટમાં આગ ભભૂકતા 70 જેટલી સોસાયટીના લોકોને ઘરમાં રહેવાની નોબત આવી

મહેસાણા: શહેરના શોભાસણ રોડ ઉપર આવેલા ડમ્પીંગ સાઈડમાં શનિવાર સવારે લાગેલી આગ હજુ ૭૨ કલાકથી પાલિકા ઓલવી શકી નથી. જેના લીધે ૭૦ જેટલી સોસાયટીના લોકો ઘરમાં પુરી રહેવા મજબૂર બન્યા છે. ક્લાસ વન ગણાતી પાલિકા પાસે સાવ હલકી કક્ષાની ફાયર સર્વિસ છે તે ઘટના પરથી સાબિત થયું છે. આગ હજુ બે દિવસ બાદ કાબૂમાં આવે તેવું લાગી રહ્યું છે. આવડી મોટી સમસ્યાને હલ આવે તેવું લાગી રહ્યું નથી.

ડમ્પીંગ સ્ટેશન ઉપર એક નાની અમથી ભુલના લીધે હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થયા છે. એક અજાણ્યા રિક્ષા ચાલકે જ્યારે પોતાના ઘરની પસ્તી સળગાવી ત્યારબાદ ૭૨ કલાકથી લાગેલી આગ બુઝાવી શકાઈ નથી. રિક્ષાચાલકના નંબર પણ અહી નોકરી કરનારે નોંધી જવાબદારોને આપ્યા છે. આગને કાબુમાં લેવા માટે પાલિકાએ રિતસરની બેદરકારી દાખવી છે. જેમાં શનિવારે તો ફક્ત પાણીનો મારો ચલાવી સંતોષ માનતા રાત્રીના ધુમાડાના ગોટા શરૃ થયા હતા. જે એટલી હદે હતા કે અમુક લોકોને લાયન્સ હોસ્પિટલમાં ખસેડવા પડયા હતા. ખાસ કરીને વૃધ્ધો તથા નાના બાળકોની હાલત કફોડી બની ગઈ છે.

(5:36 pm IST)