Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

હિંમતનગરમાં પાલિકા દ્વારા ધારકો પાસેથી ટેક્ષ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી: બે નળ કનેક્શન કાપી 3 લાખની વસુલાત કરાઈ

હિંમતનગર: શહેરમાં વર્ષ ૨૦૧૮નો નાણાંકીય વર્ષ આગામી તા.૩૧ માર્ચના રોજ પૂર્ણ થવાનો છે ત્યારે તે પુર્વે હિંમતનગર પાલીકા ધ્વારા મિલકત ધારકો પાસેથી ટક્ષે વસુલ કરવાની ઝુંબેશ ચલાવાઈ રહી છે.આજે બાકીદારોને બે નળ કનેકશન કાપ્યા હતા અને લાખની વસૂલાત કરાઇ હતી.  ત્યારે નગરપાલીકાને અત્યાર સુધીમાં રૃા..૫૦ કરોડની વસુલાત થવા પામી છે. જો કે પાલીકાએ માર્ચ મહીનાના અંત સુધીમાં રૃા. કરોડ વસુલવા માટેનો લક્ષ્યાંક રાખ્યો છે.

અંગે પાલીકાના ટેક્ષ વિભાગના સુત્રોમાંથી મળતી માહીતી મુજબ હિંમતનગરમાં રહેતા અંદાજે ૩૮ હજાર મિલકત ધારકો નગરપાલીકા પાસેથી વિવિધ સેવાઓ મેળવે છે. જે બદલ નગરપાલીકા મિલકત ધારકો પાસેથી દર વર્ષે ટેક્ષ વસુલે છે. જોકે ટેક્ષની વસુલાત માટે પાલકીાના ટેક્ષ વિભાગ ધ્વારા મિલકત ધારકોને સમય મર્યાદામાં માંગણા બિલ મોકલવામાં આવે છે.

 

 

(5:33 pm IST)