Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

અમદાવાદના ચાંદખેડામાં યુપીની મહિલાના ત્રાસથી કંટાળી મહિલા કાર્યકરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

અમદાવાદ:ચાંદખેડામાં રહેતા ભાજપના મહિલા કાર્યકરે ગઇકાલે રાત્રે પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસમાં ભાજપના મહિલા સંમેલન સમયે યુ.પી.ની મહિલા તેમના ઘરે રોકાઇ હતી. ત્યારબાદ વારંવાર ફોન કરીને તંગ કરતી હોવાથી પગલું ભર્યું હતું. ચાંદખેડા પોલીસે મહિલા ફોન કરીને કેમ તંગ કરતી હતી તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ચાંદખેડા વિસ્તારમાં જનતાનગર પાસે પદમાવતીનગરમાં રહેતા અને ભાજપ સાથે સંકળાયેલા નિહારીકાબેન.એન. પાંડે (..૪૦) ગઇકાલે રાત્રે પોતાના ઘરે મચ્છર મારવાની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, તેમની તબિયત લથડતાં સારવાર માટે અસારવા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટના અંગે ચાંદખેડા પોલીસે આપઘાતના પ્રયાસની નોધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:31 pm IST)