Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

હિંમતનગરમાં વિજય સંકલ્પ સંમેલન પહેલા ભાજપના અગ્રણીના પુત્રની અટકાયત થતા કાર્યકરોમાં ભારે રોષ :પોલીસ સાથે ઘર્ષણ

પેટ્રોલ પંપમાં પાર્કિંગ મામલે પોલીસ અને નેતાપુત્ર વચ્ચે ઝઘડો થયો હતો

સાબરકાંઠામાં વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરાયું હતું જોકે આ પહેલાં જ ભાજપના અગ્રણી સીસી શેઠના પુત્રની પોલીસ દ્વારા અટકાયત કરાતા મામલો બિચક્યો હતો. આ અટકાયતને પગલે ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો હતો.

   સાબરકાંઠાના હિંમતનગરમાં વિજય સંકલ્પ સંમેલનનું આયોજન થયું હતું મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે, આ પહેલાં જ સંમેલન સ્થળની નજીક આવેલા એક પેટ્રોલ પંપ પર સીસી શેઠના પુત્ર સાથે ઘર્ષણ થયું હતું.

  પેટ્રોલ પંપમાં પાર્કિંગ મામલે તેમની વચ્ચે ઝઘડો થયો હતો.જે બાદ પોલીસે સીસી શેઠના પુત્રની અટકાયત કરી હતી. જેના પગલે ભાજપના કાર્યકરો રોષે ભરાયા હતા. આટલું જ નહીં, પોલીસ અને ભાજપના અગ્રણીના પુત્ર વચ્ચે પણ ઘર્ષણ થયું હતું

(2:11 pm IST)