Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

5મી એપ્રિલથી રાજ્યમાં આરટીઆઈ હેઠળ ધો,-1માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરુ

અમદાવાદ : રાજ્યભરની ખાનગી શાળાઓમાં ૫ એપ્રિલથી રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) એક્ટ હેઠળ ધોરણ-૧માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાની કાર્યવાહી શરૂ થનાર છે. શિક્ષણ વિભાગ વિભાગે સોમવારના રોજ વિગતવાર કાર્યક્રમ જાહેર કરાશે તેવી જાહેરાત કરી હતી પરંતુ હજુ આજે પણ આરતીની વેબસાઈટ www.rtegujarat.org ઉપર તેની વિગતવાર કાર્યક્રમ જાહેર કરાયો નથી.

આ વર્ષે આરટીઈની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં શિક્ષણ વિભાગે ખૂબ જ મોડું કર્યું છે. મોટાભાગે ફેબ્રુઆરી માસમાં પ્રવેશની કામગીરી થતી હોય છે. પરંતુ આ વર્ષે ૨ મહિના મોડી ૫ાંચમી એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થશે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ માટેનો સત્તાવાર કાર્યક્રમ પણ જાહેર કરાયો નથી.

એપ્રિલ માસમાં પ્રવેશ કાર્યવાહી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થવાથી પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થશે ત્યાં સુધીમાં સ્કૂલ શરૂ થઈ જશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની સ્કૂલ તો ૪ એપ્રિલથી શરૂ થઈ રહી છે. ત્યારે ૫ એપ્રિલથી પ્રવેશ માટે હજુ ફોર્મ ભરાવવાની હોઈ આ સ્કૂલોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનો શરૂઆતનો અભ્યાસ બગડશે.

(2:00 pm IST)