Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ગ્રાઉન્ડ આબુનો ર૮મો પાટોત્સવ ભારે દબદબાપૂર્વક ઉજવાયો : ત્રિદિવસીય સંસ્કાર સિંચન શિબિર પણ યોજાઇ

અમદાવાદ : શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, માઉન્ટ આબુનો ર૮મો પાટોત્સવ ભારે દબદબાપૂર્વક ઉજવાયો. પાટોત્સવ અંતર્ગત ત્રિદિવસીય સંસ્કાર સિંચન શિબિર પણ યોજાઇ હતી.

પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે શિબિર તથા પાટોતસવ અંતર્ગત આશિર્વાદ આપતાં જણાવ્યું હતું કે આપણામાં પ્રેમ લક્ષણા ભકિત આવે તે ભગવાનની કૃપા હોય તો જ થાય. આ જગતના દુખો, જંજાળથી બચવા એક જ ઔષધ છે જે પ્રગટ ભગવાન સાથે હેત જેને ભગવાન સાથેનું હેત રસાયણ મળ્યું છે તેને આ સંસારના દુઃખો કદી વળગતા નથી કેમકે પ્રભુ પ્રેમથી ચડિયાતી કોઇ ઓષધિ નથી માટે મનુષ્યને સંસ્કાર શિક્ષણ, ધર્મ સહિતનું જીવન જીવવા હાકલ કરી હતી.

આ પ્રસંગે દિલ્હી મંદિર મહંત સં. સિ. શ્રી ધર્મનંદન દાસજી સ્વામી સં.સિ. દિવ્ય વિભુષણદાસજી સ્વામી તથા વરિષ્ઠ સંત મંડળ ઉપસ્થિત રહ્યા હતા.

(12:11 pm IST)