Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

સુરતના કાપોદ્રામાં યુવાનની હત્યા મામલે આરોપીને કડક સજાની માંગ: દેવીપૂજક સમાજના પોલીસ મથકે સુત્રોચાર

ત્રણેય આરોપીને સજા માટે કાપોદ્રા પોલીસ મથક બહાર દેવીપૂજક સમાજે મોરચો માંડ્યો

 

સુરત:શહેરના કાપોદ્રામાં ધુળેટી પર્વે  દેવીપૂજક યુવાનની હત્યા મામલે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીને કડક સજા થાય તેવી માંગ સાથે દેવીપૂજક સમાજ દ્વારા કાપોદ્રાપોલીસ મથક બહાર જોરદાર સુત્રોચાર કરાયા હતા

 કાપોદ્રામાં ધુળેટીના દિવસે મિત્રો સાથે જઇ રહેલા રાહુલ નામના યુવાનની બાઇક અથડાવવા જેવી નજીવી બાબતેચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી કાપોદ્રા પોલીસે ઘટનામાં એક કિશોર સહિત ત્રણની ધરપકડ કરી છે અને આરોપીઓ હાલ રિમાન્ડ હેઠળ છે. દેવીપૂજક સમાજ દ્વારા કાપોદ્રા પોલીસ મથક બહાર આરોપીને કડક સજા કરવાની માગને લઈ મોરચો માંડવામાં આવ્યો હતો

 દેવીપૂજક સમાજના લોકોએ સુત્રોચ્ચાર કરી આરોપીઓને કડક સજા કરવામાં આવે તેવી માગ કરી છે. જો કે, હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મામલો થાળે પાડવામાં આવી રહ્યો છે

(8:55 am IST)