Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહએ રાખી બાધા:કહ્યું જ્યાં સુધી રામમંદિર નહીં બંધાય ત્યાં સુધી હું મીઠાઇ નહીં ખાવ

જ્યારે રામમંદિર બંધાશે ત્યારે હું અંબાજી જઇને બાધા છોડીશ

 

અમદાવાદ :લોકસભા ચૂંટણી નજીક આવતા વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ વાયદા કરી રહ્યાં છે,તેવામાં ગુજરાતના સિનિયર કેબિનેટમંત્રી  ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે તેમણે રામ મંદિર બંધાય તે માટે બાધા રાખી છે, જ્યારે મંદિર બંધાશે ત્યાર પછી મીઠાઇ ખાઇશ.

   બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. સંમેલનમાં ભાજપ સરકારના સીનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન પત્રકારો સાથે વાતચિતમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે જ્યારે 1990-91માં અડવાણીજીએ રામમંદિર માટે રથયાત્રા કાઢી હતી ત્યારે મેં બાધા રાખી હતી કે જ્યાં સુધી રામમંદિર નહીં બંધાય ત્યાં સુધી હું મીઠાઇ નહીં ખાવ, અને જ્યારે રામમંદિર બંધાશે ત્યારે હું અંબાજી જઇને બાધા છોડીશ 

(1:05 am IST)
  • ભગાભાઇ બારડ કેસમાં ચૂકાદો આવતીકાલ ઉપર મુલત્વી રહ્યો : કોંગ્રેસના નેતા ભગાભાઇ બારડને ધારાસભ્ય તરીકે ડીસ્કવોલીફાય ઠેરવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના હૂકમને પડકારતી અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટે ચૂકાદો મુલત્વી રાખ્યો છેઃ હાઇકોર્ટ આવતીકાલે આ સંદર્ભે પોતાનો ચૂકાદો આપે તેવી સંભાવના છે access_time 5:00 pm IST

  • જૂનાગઢ બેઠકનું કોકડુ ગુંચવાયુઃ ફરી રાજેશ ચુડાસમાનો ઘોડો વિનમાં : જૂનાગઢ બેઠકનું કોકડુ વધુ ગુંચવાયુઃ રાજેશ ચુડાસમાના સમર્થકોના ઉગ્ર વિરોધના પગલે ભાજપ નેતાગીરીએ જૂનાગઢ બેઠકના સાંસદ રાજેશ ચુડાસમાને તાત્કાલીક ગાંધીનગર બોલાવ્યાનું જાણવા મળે છેઃ આ બેઠક માટે હીરાભાઇ સોલંકીનું નામ ફાઇનલ થઇ ગયાની ભારે ચર્ચા હતી ત્યારે બપોરે ૪ વાગ્યે મળતા અહેવાલો મુજબ જૂનાગઢ બેઠક માટે રાજેશ ચુડાસમાના નામ ઉપર લગભગ સહમતી થયાનું અને જૂનાગઢ બેઠક ઉપર પણ ભાજપ રીપીટ ઉમેદવારની થિયરીને વળગી રહેશે તેમ જાણવા મળે છે access_time 5:00 pm IST

  • નીતિ આયોગના ઉપાધ્યક્ષએ કહ્યું રાહુલ ગાંધીની યોજના ચાંદને જમીન પર લાવવા જેવી :રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ સતામાં આવશે તો દેશના સૌથી ગરીબ 20 ટકા પરિવારોને વાર્ષિક 72,000 રૂપિયા લઘુતમ આવક ઉપલબ્ધ કરાવશું :નીતિ આયોગના ઉપાધ્યક્ષ રજઇવકુમારે આ યોજના પર સવાલ ઉઠાવ્યા હતા access_time 12:15 am IST