Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

કઠલાલ તાલુકાના જમણીમાં ખેતરમાં વાડ કરવા બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ

કઠલાલ:તાલુકાના જમણી ગામે રહેતા પ્રવિણભાઈ હોથાભાઈ બારૈયા અને રમણભાઈ બળદેવભાઈ બારૈયા વચ્ચે ખેતરના શેઢા ઉપર થોરની વાડ કરવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં રમણભાઈ બારૈયાએ ગોતાભાઈને ઈંટ મારી માથામાં ઈજા કરી હતી. જ્યારે ભવાનભાઈ બળદેવભાઈએ ગડદાપાટુ માર માર્યો હતો તેમજ કોકિલાબેન રમણભાઈ બારૈયાએ ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે ગીતાબેન પ્રવિણભાઈ બારૈયાની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે રમણભાઈ બળદેવભાઈ, ભવાનભાઈ બળદેવભાઈ તથા કોકિલાબેન રમણભાઈ બારૈયા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે સામા પ-ો કોકિલાબેન રમણભાઈ બારૈયાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં અરવિંદભાઈ હોથાભાઈ તેમના પિતા હોથાભાઈ નાનજીભાઈ તથા ગીતાબેન પ્રવિણભાઈ બારૈયાએ ઝપાઝપી કરી ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું છે.કઠલાલ પોલીસે બંને પ-ાોની ફરિયાદ લઈ સામસામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:53 pm IST)