Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

સુરતની હોસ્પિટલમાંથી ગુમ થયેલ બાળક ૬ કલાકની દોડધામને અંતે હેમખેમ છુટકારો

સીસીટીવી ફૂટેજને આધારે પોલીસની ઝડપી કામગીરી

સુરત તા. ૨૬ : સ્મીમેર હોસ્પિટલમાં ચુસ્ત સિકયુરિટી બંદોબસ્ત વચ્ચે એક મહિલા સવારે આસાનીથી પ્રવેશીને ગાયનેક વોર્ડની બહાર પિતા સાથે સૂતેલા ૩ વર્ષના માસૂમ દીકરાનું અપહરણ કરી નાસી છૂટી હતી. ઉંઘમાંથી જાગેલા પિતાએ શોધખોળ હાથ ધરતા ખબર પડી હતી કે એક અજાણી મહિલા લઇને નાસી ગઇ હતી. ક્રાઈમ બ્રાંચે ૬ કલાકમાં મહિલાને ઝડપી પાડી બાળકને મુકત કરાવ્યું છે.

 

સ્મીમેરના વોર્ડની બહારથી બાળક ગુમ થયું હોવાની જાણ થતા સિકયુરિટી પણ દોડતી થઈ ગઈ હતી. દરમિયાન સીસી ટીવી ફૂટેજ ચેક કરતા બે બાળકોને સાથે લઈ આવેલી એક મહિલા ખુશાલને પણ સાથે લઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું.

બનાવની જાણ થતા વરાછા પોલીસ તેમજ ઉચ્ચઅધિકારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચે ગણતરીના કલાકોમાં સીસી ટીવી ફૂટેજના આધારે મહિલાને ઝડપી પાડી માસૂમ ખુશાલને હેમખેમ મુકત કરાવ્યો છે. (૨૧.૧૯)

 

(12:59 pm IST)