Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

કડોદરામાં સાસુ સાથે ઝઘડો કરનાર પતિને ટેમ્પો પાછળ બાંધી પત્ની અને સાળાએ અર્ધો કિલોમીટર સુધી ઘસડયો

પતિની હાલત ગંભીર બનતા બેભાન હાલતમાં સુરત સ્વીમેર હોસ્પિટલમાં ખસેડાયો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ચાર રસ્તા ખાતે આવેલ કૃષ્ણ નગરમાં પત્ની તથા સાસુ સાથે ઝઘડો કરનાર યુવાનને પત્ની અને સાડાએ ભેગા મળી ટેમ્પો પાછળ બાંધીને અર્ધો કિલોમીટર સુધી ઘસડી જવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી

 મળતી વિગત મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરામાં આવેલ કૃષ્ણાનગરના સત્યમ શિવમ સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્ર ના બાલાકૃષ્ણ રમેશભાઈ રાઠોડ (ઉ,વ, 32)નાઓ મિલમાં છૂટક મંજૂરી કામ કરે છે તેમજ તેની પત્ની શીતલબહેન સાથે આવરનાર દારૂપિય ઝગડો કરતો હતો શુક્રવારના રોજ બપોરના 2 વાગ્યાના સમયે બાલકૃષ્ણએ તેની પત્ની શીતલ અને સાસુ સાથે ઝઘડો કરતા પતિના રોજના કંકાશથી ત્રાસેલી પત્ની શીતલએ તેના ભાઈ અનિલને બોલાવ્યો હતો અનિલ ટેમ્પો ચલાવતો હોઈ પોતાનો ટેમ્પો લઈને કૃષ્ણાનગર ખાતે પહોંચ્યા હતા જ્યાં અનિલે અને શીતલ ભેગા થઈ બાલકૃષ્ણને માર માર્યો હતો એટલે થી અટકવાની જગ્યાએ દોરડાથી બાલકૃષ્ણે બાંધ્યા બાદ ત્યાર બાદ ટેમ્પાની પાછળ દોરડા વડે બાંધીને અર્ધો કિલોમીટર સુધી રોડ ઉપર ઘસડી જતા અરેરાટી ફેલાઇ ગઈ હતી

 ઘટના જોઈ સ્થાનિકો રોડ ઉપર દોડી આવ્યા હતા ટેમ્પો અટકાવીને બાલકૃષ્ણને છોડાવી અનિલને મારમર્યો હતો એ ઘટનામાં બાલકૃષ્ણની હાલત ગંભીર બનતા તેને બેભાન અવસ્થામાં સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બીજી તરફ કડોદરા પોલિસે આ અંગે ફરિયાદ નોધવાની તજવીજ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે મોડી રાત્રીએ બાલકૃષ્ણની હાલત હોવાનું જાણવા મળ્યું હતું

(11:01 pm IST)
  • રીઝર્વ બેન્કે ગુનાની ગૃહ કો-ઓપરેટીવ બેન્ક લીમીટેડ પર મૂકયો પ્રતિબંધ : ખાતેદારો ૫૦,૦૦૦ રૂપિયા સુધી ઉપાડી શકશે : મંજૂરી વિના કોઈપણ પ્રકારની ગ્રાન્ટ આપવા મનાઈ : નવી લોન આપી શકાશે નહિં અથવા લોન રીન્યુ કરી શકશે નહિં : થાપણો સ્વીકારવા ઉપર મનાઈ : ૯૯%થી વધુ લોકોના નાણા સુરક્ષીત : લાયસન્સ રદ્દ કરાયુ નથી access_time 3:54 pm IST

  • આંદામાન સાગરમાં ભટકતી બોટની શોધ : રોહીંગ્યા શરણાર્થીઓની ગૂમ થયેલી બોટને શોધવામાં ભારતીય તટરક્ષક દળ મદદ કરી રહયું છે. આ નૌકા ૧પ દિ' પહેલા બાંગ્લાદેશથી રવાના થયા પછી ખરાબ થઇ ગયેલ. આ નૌકામાં ૯૦ લોકો છે. જેમની હાલત ખરાબ છે અને તે પૈકી ૮ના મોત થયાની આશંકા છે. જો કે આ નૌકા કયાં છે તે જાણવા મળતુ નથી. આ બોટમાં સવાર રપ વર્ષીય યુવાનની માતા નસીમા ખાતુન કહે છેકે પોતાનો પુત્ર ૪ લીટર પાણી માત્ર સાથે લઇને ગયો છે અને આ લોકો ભુખથી તડપી રહયા છે અને માર્ગ ભુલી ગયા છે. access_time 12:52 pm IST

  • ચીનમાં માનવાધિકારની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સંઘે વ્યક્ત કરી ચિંતા : કહ્યું કે સમીક્ષા કરવી જરૂરી :સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રમુખે કહ્યું કે ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાં માનવાધિકારની સ્થિતિની સમીક્ષા કરવી જરૂરી છે : એમ પણ કહ્યું કે ચીનમાં કાર્યકર્તાઓ,વકીલો અબે માનવાધિકારના રક્ષકો પર જુઠા કેસ ચલાવી બંદી બનાવ્યા છે access_time 12:53 am IST