Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

અમદાવાદ : પ્રેમી સાથે ઝઘડો થતા મહિલાએ પ્રેમીની સગીર દીકરીનાં ફોટો અપલોડ કરીને બતાવી કોલગર્લ

સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી

અમદાવાદ : સોશિયલ મીડિયાના ફેસબુક પ્લેટફોર્મ પર એક સગીરાનાં ફોટો અપલોડ કરીને તેની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવું લખાણ લખવામાં આવ્યું હતું. જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી છે.

સગીરાનાં ફોટા અપલોડ કરી કોલગર્લ બતાવી બદનામ કરનાર મહિલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી મહિલા અને સગીરાનાં પિતા વચ્ચે મિત્રતા હતી.

મહિલા અને સગીરાનાં પિતા વચ્ચે ઝઘડો થયો હોવાથી આરોપીએ ગુસ્સામાં આવી આ રીતે લખાણ લખી સ્ટેટ્સમાં મૂક્યું હોવાનું પુછપરછમાં બહાર આવ્યું હતુ. હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. શહેરમાં રહેતી સગીરાનો ફોટો ફેસબુક સ્ટોરીમાં મૂકી કોલગર્લ દર્શાવી “rate 2500 call me” જેવું બિભત્સ લખાણ લખીને આ સગીરાને સમાજમાં બદનામ કરવાની કોશીશ કરવામાં આવી હતી. જેથી સગીરાની માતાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ બ્રાન્ચે આઈડી અંગે તપાસ કરી ટેકનીકલ ડેટા મેળવી આરોપીને પકડવા માટે મોબાઈલનું લોકેશન મેળવ્યુ હતુ. જે અમદાવાદનાં ગોતા વિસ્તારમાં બતાવતું હતું.

  પોલીસે ગોતા વિસ્તારમાં પહોંચીને સગીરાને બદનામ કરવાની કોશીશ કરનાર 32 વર્ષીય રાધા સિંગને ઝડપી લીધી હતી. પુછપરછ કરતા રાધા સિંગે જણાવ્યું હતું કે, તે ચાર વર્ષ પહેલા દિલ્લીથી અમદાવાદ આવી હતી. તે વખતે સગીરાનાં પિતા સાથે સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે સારી મિત્રતા થઈ હતી. બાદમાં બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રાધા સિંગે તેને શબક શીખવાડવા માટે આ લખાણ લખી અને સ્ક્રીનશોટ પણ ફરિયાદીને મોકલ્યા હતા. સમગ્ર મામલે પોલીસે આ મહિલાની ધરપકડ કરી હતી. જોકે પિતાએ એક સ્ત્રી સાથે કરેલી મિત્રતાનું માઠું પરિણામ એક નાની સગીરાને ભોગવવું પડતા સમાજ માટે આ લાલબત્તી સમાન કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે.

(7:28 pm IST)
  • આંદામાન સાગરમાં ભટકતી બોટની શોધ : રોહીંગ્યા શરણાર્થીઓની ગૂમ થયેલી બોટને શોધવામાં ભારતીય તટરક્ષક દળ મદદ કરી રહયું છે. આ નૌકા ૧પ દિ' પહેલા બાંગ્લાદેશથી રવાના થયા પછી ખરાબ થઇ ગયેલ. આ નૌકામાં ૯૦ લોકો છે. જેમની હાલત ખરાબ છે અને તે પૈકી ૮ના મોત થયાની આશંકા છે. જો કે આ નૌકા કયાં છે તે જાણવા મળતુ નથી. આ બોટમાં સવાર રપ વર્ષીય યુવાનની માતા નસીમા ખાતુન કહે છેકે પોતાનો પુત્ર ૪ લીટર પાણી માત્ર સાથે લઇને ગયો છે અને આ લોકો ભુખથી તડપી રહયા છે અને માર્ગ ભુલી ગયા છે. access_time 12:52 pm IST

  • કોરોનાના વધતા કેસથી યુપી અને ઓરિસ્સા સરકાર એલર્ટ : અન્ય રાજ્યોમાંથી આવનાર માટે ક્વોરેન્ટાઇન અનિવાર્ય : ઓરિસામાં હવે મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ,છત્તીસગઢ,મધ્યપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ , પંજાબ, દિલ્હી, ચંદીગઢ, કર્ણાટક,અને આંધ્રપ્રદેશથી આવનારા લોકોને 7 દિવસ હોમ આઇસોલેશન ફરજીયાત કરાયું access_time 12:44 am IST

  • કચ્છના ભુજની રાવલ વાડી પોસ્ટ ઓફીસમાં લાખો રૂપીયાની ઉચાપત પ્રકરણમાં મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કરના પતિ સચીન ઠકકરની ધરપકડ access_time 4:24 pm IST