Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

પ્રજાલક્ષી કાર્ય કરજો, કોઇ રજૂઆત કરવા આવે તો ઍક કપ ચા પીવડાવજા, મનપામાં ભાજપને કોઇપણ ગેરરીતિ કરવા દેશો નહીં, ભાજપના કોર્પોરેટરોને નાની યાદ કરાવી દેશોઃ અરવિંદ કેજરીવાલ સુરતમાં

સુરત: સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો પર જીત મળતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ સુરત પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. કેજરીવાલ આજે રોડ શો યોજીને મતદારોનો આભાર માન્યો હતો. તેના બાદ અરવિંદ કેજરીવાલે પોતાના 27 કોર્પોરેટરોને સંબોધિત કર્યા હતા.

અરવિંદ કેજરીવાલે પોતાના કોર્પોરેટર્સને સૂચના આપતા કહ્યું કે, પ્રજાલક્ષી કાર્ય કરજો. કોઈ રજૂઆત કરવા આવે તો ચોક્કસથી તેમને એક કપ ચા પીવડાવજો. કોઈ પણ ખોટું કામ ભાજપને કરવા દેશો નહિ. મનપામાં ભાજપને કોઈપણ ગેરરીતિ કરવા દેશો નહિ. ભાજપના કોર્પોરેટરોને નાની યાદ કરાવી દેજો.

સંગઠનના નેતા મનોજ સોરઠીયાના ઘરે ભોજન લીધું

અરવિંદ કેજરીવાલને નિહાળવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. તો સાથે જ તેમને જોઈને કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા છે. ફૂલહાર સાથે કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેજરીવાલને જોઈને આપ ગુજરાતમાં નવો જુસ્સો આવ્યો હોય તેવું કાર્યકર્તાઓને અનુભવાયું હતું. જોકે, કેજરીવાલે એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. તેઓ એરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ તરફ જવા રવાના થયા હતા. તો તેમણે બપોરનું ભોજન આપના સંગઠન મંત્રી મનોજ સોરઠીયાના ઘરે કર્યું હતું.

(5:22 pm IST)