Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

વડોદરાના હરણી રોડ વિસ્તારમાં ભર બપોરે બાઈક પર જતી મહિલાના ગળામાંથી અછોડો તોડી બાઇકસવાર લૂંટારુ ફરાર

વડોદરા: શહેરના હરણી રોડ  વિસ્તારમાં સ્કૂટર પર બેસીને જતી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તોડીને બાઇકસવાર લૂંટારાઓ ભાગી છૂટયા હતા.મહિલાએ બૂમાબૂમ કરી આરોપીઓનો પીછો પણ કર્યો  હતો.પરંતુ,આરોપીઓ ભાગી છૂટવામાં સફળ થયા  હતા.

હરણી રોડની સ્વામિ નારાયણ નગર સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષના રમાબેન ભગવતીભાઇ પટેલ ઘરકામ કરે છે.તેમના  પતિ નિવૃત્ત જીવન ગુજારે છે.આજે સવારે રમાબેન પુત્રવધૂ સાથે ઇશ્વર શાંતિ સોસાયટીમાં રહેતા દિયરના ઘરે મળવા માટે સ્કૂટર પર ગયા હતા.સ્કૂટર તેમની પુત્રવધૂ ચલાવતી હતી.તેઓને મળીને ઘરે  પરત આવતા સમયે હીરાનગર સોસાયટીના નાકા પાસે બાઇક પર આવેલા બે લૂંટારાએા પૈકી પાછળ બેસેલા લૂંટારાએ તેમના ગળામાંથી અછોડો તોડી લીધો  હતો.રમાબેને બૂમાબૂમ કરી હતી.પરંતુ,બાઇક સવાર લૂંટારાઓ ભાગી છૂટવામાં સફળ થયા હતા.બંને આરોપી શરીરે જાડા હતા.અને મોઢા પર સફેદ રૃમાલ બાંધ્યો હતો.અને કાળા રંગની ટી-શર્ટ પહેરી  હતી.

બાઇકસવાર લૂંટારાઓ એ રમાબેનના ગળામાંથી અઢી ગ્રામનો અછોડો તોડયો હતો.પરંતુ,માત્ર સાત ગ્રામનો અછોડો જ તેઓના હાથમાં આવ્યો હતો.જ્યારે બાકીનો અછોડો તેમના ડ્રેસમાં ભરાઇ જતા બચી ગયો હતો. પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

(5:11 pm IST)
  • રીઝર્વ બેન્કે ગુનાની ગૃહ કો-ઓપરેટીવ બેન્ક લીમીટેડ પર મૂકયો પ્રતિબંધ : ખાતેદારો ૫૦,૦૦૦ રૂપિયા સુધી ઉપાડી શકશે : મંજૂરી વિના કોઈપણ પ્રકારની ગ્રાન્ટ આપવા મનાઈ : નવી લોન આપી શકાશે નહિં અથવા લોન રીન્યુ કરી શકશે નહિં : થાપણો સ્વીકારવા ઉપર મનાઈ : ૯૯%થી વધુ લોકોના નાણા સુરક્ષીત : લાયસન્સ રદ્દ કરાયુ નથી access_time 3:54 pm IST

  • કોરોનાનો ફુંફાડોઃ ભારતાં ૨૪ કલાકમાં ૧૬૫૭૭ કેસઃ ૧૨૦ લોકોને ભરખી ગયો : છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ભારતમાં કોરોનાના ૧૬૫૭૭ નવા કેસ સામે આવ્યા છે. ૧૨૧૭૯ લોકો સંક્રમણથી મુકત થયા છે, જ્યારે ૧૨૦ લોકોના મોત થયા છે, કુલ કેસ ૧,૧૦,૬૩,૪૯૧ થયા છે જેમા ૧૫૫૯૮૬ એકટીવ કેસ છેઃ ૧૫૬૮૨૫ લોકોના મોત થયા છેઃ ૧૦૭૫૦૬૮૦ લોકો સાજા થયા છે access_time 11:28 am IST

  • ખેડૂત નેતાએ કહ્યું સરકારને રામચંદ્ર બનાવી ગાદીએ બેસાડી હતી પણ રાવણ જેવો વ્યવહાર કરવા લાગી : અમને ખબર છે રાવણની નાભિ ક્યાં છે : રાકેશ ટિકૈતની 40 લાખ ટ્રેકટર સાથે સંસદ ભવન ઘેરાવાના એલાનને ખેડૂત નેતા પુષ્પેન્દ્રસિંહ સમર્થન અપાતા કહ્યું મત જ સરકારની નાભિ છે અને ત્યાં જ વાર કરીશું access_time 1:12 am IST