Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

વડોદરામાં નવાપુરા બેઠક મંદિર નજીક રખડતા ઢોરોને પકડવા ગયેલ મનપાની ટીમ પર માથાભારે શખ્સોનો હુમલો થતા મામલો બિચક્યો

વડોદરા:કોર્પોરેશનના દબાણ શાખાના ઇન્સ્પેક્ટર યશવંતસિંહ અને તેમનો સ્ટાફ ગઈકાલે બપોરે ત્રણ વાગ્યે શહેરમાં રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરવા માટે નીકળ્યા હતા.

કીર્તિસ્તંભ થી નવાપુરા બેઠક મંદિર પાસે સાંજના 5:00 વાગ્યે રોડ પર બે ગાયો ટ્રાફિકને અસર થાય તે રીતે ઉભી હતી. તે ગાયને પકડીને ટ્રેક્ટરમાં ચઢાવવાની કામગીરી કરતા હતા. તે દરમિયાન બેઠક મંદિરની બાજુમાં રબારી વાસમાં રહેતા રબારી ત્યાં આવી ગયા હતા અને કોર્પોરેશનના સ્ટાફ સાથે ઝપાઝપી કરી ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. 

ઢોર પકડવાની મજૂરી કરતા મજૂરોને પણ આ લોકોએ માર માર્યો હતો અને તેમની બે ગાયો છોડાવીને ભાગી છૂટયા હતા. આ હુમલો કરનાર વ્યક્તિઓમાં મેહુલ રબારી, લાલો રબારી, મનુ રબારી તથા બે મહિલાઓ સહિત કુલ સાતથી આઠ લોકો હતા. ઇન્સ્પેક્ટરની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે ઢોર પકડતા મજૂરો પર હુમલો કરી ઘાયલ ઢોરને છોડાવી જનારા હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

(5:11 pm IST)