Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

વિજયનગર તાલુકાના કંથારિયામાં ખેતરમાં જવાના રસ્તા બાબતે સર્જાયેલ વિવાદમાં ઉગ્ર બની આરોપીએ ફરિયાદીને લાકડીના ફટકા મારતા પોલીસ ફરિયાદ

વિજયનગર:તાલુકાના કંથારિયા ગામે ખેતરમાં જવાના રસ્તા મુદ્દે વિવાદ સર્જાતા ઉગ્ર બની આરોપીએ ફરિયાદીને લાકડી ફટકારી ગડદા પાટુનો માર મારતા વિજયનગર પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

કાંથારીયાના રહીશ ફરિયાદી પોપટલાલ રૂપાજી કરોવાએ નોંધાવેલ ફરિયાદ મુજબ છેલ્લા બાવીસ વર્ષથી સી.આર.પી.એફ.માં નોકરી કરું છું અને હાલમાં ગાંધીનગર મુકામે ફરજ બજાવે છે. ગઈ તા. ૨-૨-૨૦૨૧ના રોજથી દિવસ ૩૦ની રજા ઉપર ઘરે આવ્યા હતા.

દરમિયાન ફરિયાદીને મોટા બાપાના બદાજીના દિકરા લક્ષ્મણભાઈની ખેતીની જમીન જોડે જોડે આવેલ છે અને એમનો આવવા જવાનો રસ્તો તેમના ખેતરમાંથી છે. તા. ૨૩-૨-૨૦૨૧ના રોજ મારી દીકરી હેતલેબનને ઓલાના મહુડા ગામે પરણાવેલ હોઈ ફરિયાદી તેના ઘેર ચાલતો ગયેલ હતો અને રાત્રિના દસ વાગ્યાના સુમારે પાછો આવતો હતો તે વખતે રસ્તામાં અશ્વિનભાઈના ઘરે પાછળ રસ્તામાં મારા મોટા બાપાનો છોકરો અશ્વિન લક્ષ્મણભાઈ કરોવા તથા તેનો ભત્રીજો કમલેશ સવજીભાઈ કરોવા બંને રહે. કંથારિયાના વિજયનગર એ રીતેના રસ્તામાં મારા સામે આવી ગયેલા અને અશ્વિને મને ગાલ ઉપર લાકડી મારી દીધેલ અને કહેવા લાગ્યો કે કેમ મારા ખેતરમાં થઈને લઈ જાય છે અમારા ખેતરમાં પગ મૂકીશ તો તને જાનથી મારી નાખીશું તેમ કહીને મને આ બંને જણા ગડદાપાટુનો માર માર્યો હતો જેથી બુમાબુમ કરતા લોકો ત્યાંથી નાસી ગયેલા અને જતા જતા કહેતા હતા કે હવે પછી અમારા ખેતરમાં પગ મૂક્યો છે તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

(5:08 pm IST)