Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ઈશ્વરનું સ્વરૂપ ગણાતા ડોકટર કોરાનાકાળમાં અધમ કૃત્ય કરે તે માફીને લાયક નથી

દોઢ કરોડના બિલમાં ૧૦ ટકા કમિશન માટે વચેટિયાની ભૂમિકા ભજવવાના આરોપી અમદાવાદના જાણીતા ડો. નરેશ મલ્હોત્રાના રેગ્યુલર જામીન ફગાવ્યા : ડોકટર સૈનિક છે, તબીબની તમામ દલીલો બે બુનિયાદ, લાંચ માંગણી FSL દ્વારા પ્રસ્થાપિત કરતી કેશવ કુમાર ટીમઃ ગુજરાતની તબીબી જગત માટે આંચકા રૂપ ચુકાદો

રાજકોટ, તા.૨૬: ડોકટરને લોકો ઈશ્વરનું સ્વરૂપ ગણતા હોય અને કોરોના જેવા મહામારી સમયે લોકો આર્થિક રીતે બે હાલ સ્થિતિ વચ્ચે પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા હોય ત્યારે ડોકટર દ્વારા આચરવામાં આવેલ અધમ કૃત્ય કદી માફ ન કરી શકાય તેમ અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા દોઢ કરોડની લાંચ માટે વચેટિયાની ભૂમિકા ભજવનાર અમદાવાદના જાણીતા ડો. નરેશ મલ્હોત્રાની રેગ્યુલર જામીન અરજી ફગાવતા જણાવ્યું હતું.                 

એસીબી સૂત્રોના કથન મુજબ જામીન અરજીની સુનાવણી દરમ્યાન ડોકટરને યુદ્ઘ ભૂમિના સૈનિક સાથે સરખાવી ડોકટરની ભૂમિકા ખૂબ મહત્વની અને ખૂબ જવાબદારી વાળી હોવાનું પણ પ્રતિપાદિત કરવામાં આવેલ. અત્રે યાદ રહે કે એસીબી વડાં કેશવ કુમાર દ્વારા પોતાની ટીમ અને કાનૂની તજજ્ઞો મારફત એક મોટો મેસેજ સમાજમાં જાય તે માટે પ્રયત્નશીલ રહ્યા હતા.       

આરોપી તબીબ દ્વારા પોતે પોતાની ખાનગી હોસ્પિટલ ધરવતા હોવાનું જણાવેલ.અને પોતાને ત્યાં કોરોના દર્દી દાખલ હોવાની દલીલ કરેલ. એસીબી ટીમ દ્વારા આ બધી બાબતોનો છેદ ઉડી જાય તેવા જડબેસલાક પૂરવા રજૂ કરેલ.                                       

એસીબી દ્વારા લાંચની માંગણી સબંધિત તબીબ દ્વારા ૧૦ ટકા કમિશન માટે થયાની બાબત સાબિત કરવા ડોકટરની વાતચીતનું આખું રેકોર્ડિંગ જ્લ્ન્માં મોકલી એ અવાજ આરોપી ડોકટરનો જ હોવાનો સાયન્ટિક પૂરવા પણ રજૂ કરવામાં આવેલ.                                       

 અત્રે યાદ રહે કે અદાલતમાં હાઈકોર્ટ દ્વારા જામીન રદ થયા બાદ આરોપી તબીબ ફરાર બન્યાની દલીલ પણ એસીબી પીઆઇ સર્જક પટેલ દ્વારા રજૂ થયેલ સોગંદનામા રજૂ કરવામાં આવેલ.

અમદાવાદ શહેર એ.સી.બી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૯/૨૦૨૦ ભ્ર.નિ.અધિ.-સુધારા- ૨૦૧૮ની કલમ - ૭(એ) મુજબનો ગુનો તા.૪-૧૨-૨૦૨૦ના રોજ નોંધાયેલ છે.

આ કામે CIMS હોસ્પિટલ, સોલા, અમદાવાદ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થયેલ M.O.U મુજબ સરકારશ્રીના રેફરન્સથી કોવિડ-૧૯ની સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓની કરેલ સારવારના બીલો પાસ કરાવવા અર્થે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર સમક્ષ રજુ કરવામાં આવતા હોય છે જે બીલો પાસ કરવાના કામે ડો.નરેશ મલહોત્રા (ખાનગી વ્યકિત) આદિત્ય હોસ્પિટલ, ભૂયંગદેવ, ચાર રસ્તા, સોલા, અમદાવાદનાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર વતી બીલની રકમ (આશરે દોઢ કરોડ રૂપિયા)ના ૧૦%ની રકમની લાંચની માંગણી કરતા હોય, ફરીયાદી આ લાંચ આપવા માંગતા ન હોય અને ડો.નરેશ મલહોત્રા વિરૂધ્ધ એ.સી.બી. રાહે કાયદેસર કાર્યવાહી કરાવવા અંગે લાંચની માંગણી સંબંધે ફરીયાદીએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ આપતા આક્ષેપિત ડો.નરેશ મલહોત્રા (ખાનગી વ્યકિત), વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ (સુધારા-૨૦૧૮)ની કલમ-૭(A) મુજબ અમદાવાદ શહેર એ.સી.બી.પો.સ્ટે. ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે.

(3:22 pm IST)