Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

અમદાવાદ એરપોર્ટ ઉપર વધુ એક વખત ટેકનિકલ ફોલ્ટઃ એકી સાથે ૭ ફલાઇટ રદ કરાતા સેંકડો મુસાફરો રઝળ્યા

મુંબઇ-દિલ્હી-બેંગલોર-લખનૌથી અમદાવાદ આવતી ફલાઇટો રદ કરાઇ

રાજકોટ, તા. ર૬ :  અમદાવાદ એરપોર્ટ પર આજે વધુ એક વખત હવાઇ સેવા ખોરવાતા અને કેટલીક ફલાઇટો કેન્સલ થતા દેકારો બોલી ગયો છે.

અમદાવાદ એરપોર્ટ ઉપર મોટી ટેકનિકલ ખામી સર્જાતા આમ બન્યાનું પ્રાથમિક કારણોમાં જાહેર કરાયું છે, ઓજ મુંબઇ, બેંગલોર, લખનૌ, દિલ્હીથી અમદાવાદ આવતી ફલાઇટો રદ કરી દેવાઇ છે, કુલ ૭ જેટલી કેન્સલ કરાયાનું ઉમેરાયું હતું.

ફલાઇટ ટેકઓફ થવાના સમયે જ ટેકનિકલ ખામી સર્જાતા સેંકડો મુસાફરો રઝળી પડયા હતા, ફલાઇટ ઉપાડતાની સાથે જ એન્જીનમાં ખરાબી હોવાનું જણાતા, પાઇલોટે કોઇપણ પ્રકારનું રીસ્ક લીધા વગર અમદાવાદ એટીસીનો સંપર્ક કરી ફલાઇટ ન્યુટર્ન કરવી પડી હતી, દરમિયાન ટેકનિકશ્યનોએ રીપેરીંગ કામ હાથ ધર્યુ છે. પરંતુ આ ફલાઇટ ગ્રાઉન્ડ-રનવે ઉપર હોય બીજી બધી ફલાઇટો રદ કરી દેવામાં આવી છે.

(3:21 pm IST)