Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

વિધાનસભાના બજેટ સત્રનું કવરેજ કરવા આવતા મિડીયાકર્મીઓએ કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે

નેગેટીવ રીપોર્ટ હશે તેમને જ પ્રવેશ મળશે: સોશ્યલ ડિસ્ટન્સ સહિતના તમામ પ્રોટોકોલનું પણ પાલન કરાશે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું આગામી બજેટ સત્ર તા.૦૧લી માર્ચ-૨૦૨૧થી યોજાનાર છે. આ સત્રના કવરેજ માટે આવનાર મિડીયાના મિત્રો એ વિધાનસભા ખાતેથી પ્રવેશપાસ રાબેતા મુજબ ની જે વ્યવસ્થા છે એ રીતે કઢાવી લેવાના રહેશે.રાજયમાં પ્રવર્તી રહેલ કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને વિધાનસભા સત્રનું કવરેજ કરવા ઈચ્છતા મીડિયાના મિત્રોએ કોરોનાનો રેપિડ ટેસ્ટ કરાવ્યો હોય તેમને જ પ્રવેશ આપવાનો ગુજરાત વિધાનસભા દ્વારા નિર્ણય કરાયો છે.

મિડીયાના મિત્રોએ પોતાની રીતે કોરોના માટેનો રેપિડ ટેસ્ટ તા. ૨૮ ફેબ્રુઆરી-૨૦૨૧ના રોજ કરાવ્યા બાદ ટેસ્ટીગનો રીપોર્ટ મેળવી પોતાની સાથે રાખવાનો રહેશે. 

ગુજરાત વિધાનસભાનું આગામી બજેટ સત્ર તા.૦૧લી માર્ચ-૨૦૨૧થી યોજાનાર છે. આ સત્રના કવરેજ માટે આવનાર મિડીયાના મિત્રો એ વિધાનસભા ખાતેથી પ્રવેશપાસ રાબેતા મુજબ ની જે વ્યવસ્થા છે એ રીતે કઢાવી લેવાના રહેશે.રાજયમાં પ્રવર્તી રહેલ કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને વિધાનસભા સત્રનું કવરેજ કરવા ઈચ્છતા મીડિયાના મિત્રોએ કોરોનાનો રેપિડ ટેસ્ટ કરાવ્યો હોય તેમને જ પ્રવેશ આપવાનો ગુજરાત વિધાનસભા દ્વારા નિર્ણય કરાયો છે.

સૌ મિડીયાના મિત્રોએ પોતાની રીતે કોરોના માટેનો રેપિડ ટેસ્ટ તા. ૨૮ ફેબ્રુઆરી-૨૦૨૧ના રોજ કરાવ્યા બાદ ટેસ્ટીગનો રીપોર્ટ મેળવી પોતાની સાથે રાખવાનો રહેશે. નેગેટીવ રીપોર્ટ હશે તેમને જ પ્રવેશ મળશે. સાથે સાથે યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ સહિતના તમામ પ્રોટોકોલનું પણ પાલન કરવા ગુજરાત વિધાનસભા દ્વારા સૂચના આપવામાં આવી છે. તદુપરાંત વિધાનસભાની પ્રેસ ગેલેરીમાં એક ડેસ્ક પર એક મળી મહત્તમ ૨૫ની સંખ્યામા મિડિયાના મિત્રો એક સમયે બેસે એવી સૂચના પણ વિધાનસભા દ્વારા મળી છે સૌ મિડીયા કર્મીઓએ ઓલ્ટરનેટ સંકલન કરી બેઠક વ્યવસ્થામાં સહયોગ આપવા આગ્રહ પૂર્વક વિનંતી છે જેથી કોઈ અગવડતા ન પડે.

. સાથે સાથે યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ સહિતના તમામ પ્રોટોકોલનું પણ પાલન કરવા ગુજરાત વિધાનસભા દ્વારા સૂચના આપવામાં આવી છે. તદુપરાંત વિધાનસભાની પ્રેસ ગેલેરીમાં એક ડેસ્ક પર એક મળી મહત્તમ ૨૫ની સંખ્યામા મિડિયાના મિત્રો એક સમયે બેસે એવી સૂચના પણ વિધાનસભા દ્વારા મળી છે સૌ મિડીયા કર્મીઓએ ઓલ્ટરનેટ સંકલન કરી બેઠક વ્યવસ્થામાં સહયોગ આપવા આગ્રહ પૂર્વક વિનંતી છે જેથી કોઈ અગવડતા ન પડે.

(11:59 am IST)