Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ડેડીયાપાડાથી ટેમ્પામાં સંતાડેલ રૂ.૪,૩૯ લાખના પ્રોહી.ના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડતી Dysp તથા એલ.સી. બી. ટિમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ , પોલીસ અધિક્ષકની સુચનાનાં પગલે રાજેશ પરમાર ના.પો.અધિ.રાજપીપલાને ટાટા ૪૦૭ ટેમ્પા નં.MH - 43 - F 0336 માં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા ના.પો.અધિ.રાજપીપલાની ટીમ તથા એ.એમ.પટેલ , પો.ઇન્સ. એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમ મારફતે ડેડીયાપાડા પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી.નાકાબંધી દરમ્યાન બાતમી વાળો ટેમ્પો આવતા તેને રોકી સદર ટેમ્પાને ચેક કરતા શેરડીની બાંડીના નીચે વિદેશી દારૂના પ્લાસ્ટીકના હોલ નંગ -૬૦ કિ.રૂ .૩૧,૫૦૦ તથા પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ -૩૬૦૦ કિ.રૂ .૩,૬૦,000  તથા બીયર નંગ -૪૮૦ કિ.રૂ. ૪૮૦૦૦ તથા મોબાઇલ નંગ -૧ કિ.રૂ .૫૦૦૦ તથા ટાટા ૪૦૭ ટેમ્પા -૧ કિ.રૂ. ૨,૦૦, ૦૦૦  તથા રોકડ રકમ રૂ .૩૩૦ મળી કુલ્લે કિ.રૂ. ૬,૪૪,૮૩૦ ના મુદ્દામાલ સાથે ટેમ્પા ચાલક રવિદાસ ઉર્ફે રવિન્દ્ર સામનસીંગ તડવી (રહે.સોનાપાડી તા.અક્લકુવા જી.નંદુરબાર ( મહારાષ્ટ્ર )ને પકડી તેની પુછપરછ દરમ્યાન ( ૧ ) સ્વપનીલ મોહનભાઇ( રહે.ખાપર,તા.અક્કલકુવા જી.નંદુરબાર ( ૨ ) દિપીલભાઇ માનસીંગ તડવી( રહે . સોનાપાડી તા.અક્કલકુવા જી.નંદુરબાર ( ૩ ) સંદિપ છોટુલાલ ભોઇ( રહે.ખાપર તા.અક્કલકુવા જી.નંદુરબાર) તેમજ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિ પણ ગુનામાં સંડોવાયેલ હોય જેથી તમામને વોન્ટેડ જાહેર કરી મુદ્દામાલ કબજે કરી ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(10:48 pm IST)