Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

સુરતના પાંડેસરામાં પાડોશીએ યુવતી સાથે ચાલુ બસમાં દુષ્કર્મ ગુજાર્યું

પરણિતાને ચપ્પુ બતાવી તથા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર કર્યો

સુરતનાપાંડેસરા ખાતે  હેવાન પાડોશીએ યુવતીની સાથે ચાલુ બસમાં દુષ્કમ આચર્યું હોવાની વિગતો સામને આવી છે.

પાંડેસરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગોવાલક રોડ દેવેન્દ્રનગર ખાતે રહેતા અને સિલાઈ કામ કરતા શશી જીતેન્દ્ર સોની (ઉ.વ.20)એ તેની જ સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલા ઉપર દાનત બગાડી હતી. મહિલા સોસાયટીની નાકા પાસે ચાની લારી ચલાવતી હોવાથી અવાર નવાર તેની લારી ઉપર ચા પીવાને બહાને જઈ બેસતો હતો. શશી સોસાયટીમાં જ રહેતો હોવાથી પરણિતા તેની સાથે વાતચીત કરતી હતી. દરમિયાન પરિણીતાએ તેનો પતિ ભાવનગર ગયો હોવાથી તેને મળવા જવાની વાત કરતા શશી પણ તેની સાથે ગયો હતો.

બસમાં જતી વખતે શશીએ લકઝરી બસના સ્લિપિંગ કોચમાં બંને જણા એકલા હોવાનો મોકાનો ફાયદો ઉઠાવી પરણિતાને ચપ્પુ બતાવી તથા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. ગત તા 29 સપ્ટેમ્બર 2019, 5 ઓક્ટોબર 2019 અને 14 ઓક્ટોબર 2019ના રોજ સુરતથી લકઝરી બસમાં સ્લિપિંગ કોચમાં તેમજ ઘરમાં પણ દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ સિલાઈ કામ કરતા શશી સોની સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

(9:56 pm IST)
  • કચ્છના ભુજની રાવલ વાડી પોસ્ટ ઓફીસમાં લાખો રૂપીયાની ઉચાપત પ્રકરણમાં મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કરના પતિ સચીન ઠકકરની ધરપકડ access_time 4:24 pm IST

  • કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ખુશખબરી : કોરોના કાળમાં સરકારે મોંઘવારી ભથ્થું કાપ્યું હતું ત્યારે હવે જાન્યુઆરી 2021થી જૂન 2021 સુધીમાં ડીએમાં વધારો થવાની શકયતા છે :આગામી દિવસોમાં જ નવા વધારા સાથે પગાર મળશે access_time 1:26 am IST

  • ભારતના વધુ ઍક બોલર વિનયકુમારે પણ ક્રિકેટને કર્યુ અલવિદા : તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લીધાનું સોશ્યલ મીડિયા પર કરી જાહેરાત : ૨૦૧૦માં ભારત માટે ડેબ્યુ કરનાર ફાસ્ટ બોલર વિનયકુમારે તેઓની કારકિર્દીમાં ૩૧ વન-ડેમાં ૩૮ વિકેટ અને ૯ ટી-૨૦માં ૧૦ વિકેટ લીધી હતી : તેઓ ઍક પણ ટેસ્ટ મેચ રમ્યા નથી તે પહેલા જ તેમને ક્રિકેટને અલવિદા કરી દીધુ access_time 6:06 pm IST