Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

દુષ્કર્મ કેસ : છોકરીના ડીએનએ ટેસ્ટ બાદ આરોપીને જામીન

કોઈના ગૂનાની સજા કોઈકે ભોગવવાની આવી : સુરતના ડ્રાયવરને છોકરીએ ખોટું બોલીને દુષ્કર્મના કેસમાં ફસાવ્યો, ડીએનએ ટેસ્ટમાં અન્યથી ગર્ભ રહ્યાનું ખુલ્યું

સુરત, તા. ૨૫ : ૧૭ વર્ષની છોકરી પર રેપ કેસમાં કોર્ટે ૨૫ વર્ષના એક યુવકને જામીન પર છોડી દીધો છે. કેસમાં કથિત રેપ બાદ છોકરી પ્રેગનેન્ટ થઈ હતી. કોર્ટે તેને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી હતી, અને તેના ભ્રૂણનો ડીએનએ ટેસ્ટ કરાવવા પણ આદેશ આપ્યો હતો. જોકે, ડીએનએમાં આરોપી બાળકનો પિતા ના હોવાનું ખૂલતા કોર્ટે તેને જામીન આપી દીધા હતા.

૨૫ વર્ષનો આરોપી ગણેશ બાવીશકર સુરતના લિંબાયતનો રહેવાસી છે. કેસની વિગતો અનુસાર, ગણેશ ડ્રાઈવર તરીકે કામ કરે છે. છોકરીની માતાએ એજાઝ શેખ નામના અન્ય એક યુવક પર પણ દુષ્કર્મનો આરોપ મૂક્યા બાદ ગણેશે જામીન માટે અરજી કરી હતી.

આરોપીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, છોકરી સાથે ગણેશ પ્રેમમાં હતો અને છોકરીએ તેને વખતે પોતાની ઉંમર ૨૦ વર્ષ હોવાનું જણાવ્યું હતું. ગણેશ છોકરી સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર હતો, પરંતુ છોકરી પ્રેગનેન્ટ હોવાનું બહાર આવતા તેને ખોટી રીતે દુષ્કર્મના કેસમાં સંડોવી દેવામાં આવ્યો હતો.

૧૫ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ છોકરીએ પેટમાં દુઃખતું હોવાની ફરિયાદ કરતાં તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઈને દોડી ગયા હતા. જ્યાં ડોક્ટરે તપાસ કર્યા બાદ છોકરીના પેટમાં બે માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. છોકરીની માએ જ્યારે તેને અંગે પૂછ્યું ત્યારે તેણે બાળકનો બાપ ગણેશ બાવીશકર હોવાનું જણાવ્યું હતું.

જેના આધારે છકરીની માએ ગણેશ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આરોપીની રેપ તેમજ પોક્સોના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, અને તેને જેલભેગો કરી દેવાયો હતો. જોકે, પછી છોકરીએ તેની માને એમ કહ્યું હતું કે બાળક ગણેશનું નહીં પરંતુ એજાઝ શેખનું છે. જેથી પાછળથી એજાઝ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી.

દરમિયાન છોકરીએ પોતે બાળક રાખવા ના ઈચ્છતી હોવાથી કોર્ટ સમક્ષ ગર્ભપાત માટે મંજૂરી માગી હતી. કોર્ટે તેના માટે મંજૂરી આપી હતી અને બાળક કોનું છે તે કન્ફર્મ કરવા માટે ડીએનએ ટેસ્ટનો પણ આદેશ આપ્યો હતો. કોર્ટના ઓર્ડર પર બાળકીનો ગર્ભપાત કરીને તેના ભ્રૂણનો ડીએનએ કરાયો હતો, અને તેમાં એજાઝ શેખે છોકરીને પ્રેગનેન્ટ બનાવી હોવાનો ધડાકો થયો હતો.

(9:17 pm IST)
  • હવે શિવરાજસિંહ ચૌહાણે પણ આપી ચેતવણી : કહ્યું કોરોના સંકટ ટળ્યું નથી : સુરક્ષાના ઉપાયો અપનાવો નહીંતર લોકોડાઉન જેવા પગલાં લેવા પડશે :મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ ફેલાતું અટકવવા લોકોને સહયોગ આપવા અને સાવધાની રાખવા અપીલ કરી access_time 1:10 am IST

  • ભારતીય ટીમના બોલર યુસુફ પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃતિ : આજે યુસુફે ઍકાઍક જાહેરાત કરતાં જણાવેલ કે તેઓઍ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લઈ લીધી છે : યુસુફ પઠાણે તેમની કારકિર્દીમાં ૫૭ વન ડે અને ૨૨ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી છે : તેઓની કારકિર્દીમાં અનેક સિમાચિન્હરૂપ ઈનિંગ્સનો સમાવેશ થાય છે : યુસુફઍ ઍક ફાંકડા ફટકાબાજ તરીકે પણ લોકચાહના મેળવેલ access_time 5:23 pm IST

  • કર્ણાટકના સાંસદો અને પ્રધાનોને બખ્ખા : લાખો રૂ.ની નવીનક્કોર કાર લેવાની મંજૂરી : કર્ણાટકની ભાજપ સરકારે તેના પ્રધાનો અને સાંસદો માટે એક ૨૦થી ૨૨ લાખ રૂપિયા ૧૦૦ શોરૂમ ભાવની નવી મોટર કાર ખરીદવાની મંજૂરી આપી દીધી છે access_time 3:55 pm IST