Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

જળવાયુ પરિવર્તન માટે જંગી ફાળવણી થઇ.....

અમદાવાદ, તા. ૨૬ : નાણામંત્રીએ બજેટમાં કલાઇમેન્ટ ચેન્જના વિષયને લઇને ચિંતા વ્યકત કરી હતી અને તે માટે ખાસ રૂ.૧૦૧૯ કરોડની જોગવાઇ કરાઇ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, વધતા જતા વિકાસની સાથે પર્યાવરણ સામે અનેક પડકારો ઊભા થઈ રહ્યા છે. સરકારે દીર્ધદષ્ટિ રાખી ક્લાઇમેટ ચેન્જના આવનાર પડકારોને પહોંચી વળવા વિવિધ વિભાગો જેવા કે શહેરી વિકાસ વિભાગ હેઠળ રૂ.૧પ૨૨ કરોડ , પંચાયત વિભાગ હેઠળ રૂ.૯૯૮ કરોડ , ઊર્જા વિભાગ હેઠળ રૂ.૬૯૨ કરોડ , વન અને પર્યાવરણ વિભાગ હેઠળ રૂ.૬૨૮ કરોડ અને અન્ય વિભાગો હેઠળ મળીને ગ્રીન બજેટ અંતર્ગત કુલ રૂ.૫૯૨૨ કરોડની માતબર જોગવાઈ કરાઇ છે. રાજ્યની સરકારી શાળાઓમાં ૨૨,૫૦૦ એલ.ઈ.ડી  લાઇટ અને ૨૩,૦૦૦ સ્ટાર રેટેડ પંખાઓ નાખવામાં આવશે , જે માટે રૂ.૬ કરોડની જોગવાઇ કરાઇ છે. સરકારી અને એકલવ્ય શાળાઓની હોસ્ટેલો, સરકારી વિશ્રામ ગૃહો તથા યાત્રાધામોમાં સૌર ઊર્જા આધારિત હોટ વોટર સિસ્ટમ નાખવામાં આવશે. તો, ૮૦૦ નંગ ઇ - રીક્ષા માટે પ્રતિ રીક્ષા રૂ.૪૦,૦૦૦ની સહાય આપવામાં આવશે. આ જ પ્રકારે ૧૦૦૦ નંગ બેટરી ઑપરેટેડ દ્વિચક્રી વાહનો માટે પ્રતિ વાહન દીઠ રૂ.૧૦,૦૦૦ની સહાય અપાશે. ખેડૂતોને સોલાર સંચાલિત મિનિ ટ્રેક્ટર ખરીદવા તથા શહેરોમાં ઈલેકટ્રીક વાહનો માટે ર્ચાજિંગ પોઈન્ટ ઊભાં કરવા સહાય આપવામાં આવશે.

(10:23 pm IST)