Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

યુનિવર્સિટીમાં સ્કુલ ઓફ ડિફેન્સ સ્ટડીની શરૂઆત

બજેટમાં થયેલી જાહેરાતનું સ્વાગત

અમદાવાદ,તા.૨૬  : ગુજરાત સરકારે ૨૦૨૦-૨૧ના ૨,૧૭,૨૮૭ કરોડ રૂપિયાના આજરોજ રજુ કરેલા અંદાજપત્રમાં શિક્ષણ વિભાગ માટે રૂપિયા ૩૧,૯૫૫ કરોડની કરેલી જોગવાઈને આવકારતા અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળના પ્રમુખ અને ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. જગદીશ ભાવસારે આવકારી ગુજરાતની સર્વાંગિણ વિકાસની પરિકલ્પનાને સાકાર કરનારુ સર્વોત્તમ અંદાજપત્ર ગણાવ્યું છે. ગતિશીલ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સતત આઠમીવાર અંદાજપત્ર ગુજરાત વિધાનસભામાં રજુ કરનાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સમગ્ર રાજ્ય સરકારે શિક્ષણક્ષેત્રને ખાસ પ્રાધાન્ય આવી ગુજરાતની શૈક્ષણિક સિધ્ધીઓની ગતિને વધારે તેજ કરવાનું પ્રોત્સાહકરૂપ કાર્ય કર્યું છે. ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં ૫૦૦ શાળાઓને સ્કુલ ઓફ એક્સલન્સ બનાવવાની જાહેરાત તેમજ ૨૫૦ કરોડની માતબર રકમની જોગવાઈ કરી પાયાના શિક્ષણને મજબુત કરવાનું કામ સરકારે કર્યું છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આંતર માળખાકીય સુવિધા, સંશોધનને પ્રોત્સાહક શોધ યોજના ટેબલેટ યોજના માટે માતબર નાણાની જોગવાઈ કરી કેજીથી પીજી શિક્ષણને મજબુત બનાવવાનું કાર્ય કર્યું છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે ડીઆરડીઓ સાથે કરાર કરી સ્કુલ ઓપ ડિફેન્સ સ્ટડી માટે રૂપિયા સાત કરોડની ફાળવણી કરી છે તેને આવકાર દાયક બાબત ગણાવી છે.

(9:07 pm IST)